રાહુલ દ્રવિડનો દીકરો રમશે ટી-20, મૈસુર વોરિયર્સે ખરીદ્યો
મહારાજા ટ્રોફી કેએસસી લીગનો હિસ્સો બન્યો સમિત
રાહુલ દ્રવિડના દિકરા સમિત દ્રવિડને પોતાના કરિયરનો પહેલો કોન્ટ્રેક્ટ મળી ગયો છે. તેમણે આ કોન્ટ્રાક્ટ મહારાજા ટ્રોફી કેએસસીએ ટી20 લીગમાં મળ્યો છે. છેલ્લી સીઝનની ઉપવિજેતા મૈસુરૂૂ વોરિયર્સે સમિત દ્રવિડને 50 હજારની રકમમાં ખરીદ્યો છે. સમીત મીડિયા પેસ બોલિંગ કરવાની સાથે સાથે મધ્ય ક્રમમાં બેટિંગ કરે છે.
મહારાજા ટ્રોફી કેએસસી ટી20 લીગ માટે ખેલાડીઓની નીલામી બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થઈ. તેમાં 240 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી.
આ ખેલાડીઓમાં શ્રેયસ ગોપાલ, કૃષ્ણપ્પા ગૌતમ અને જે સુચિત જેવા ખાલેડી શામેલ છે. મૈસુર વોરિયર્સની ટીમમાં સમિત દ્રવિડ ઉપરાંત કેપ્ટન કરૂૂણ નાયર, પ્રસિદ્ધ કૃષ્ણાના ગૌતમ અને જે સુચિત પણ શામેલ છે. વોરિયર્સના કરૂૂણ નાયરને આ વખત પણ રિટેન કરવામાં આવ્યા છે. વોરિયર્સે આ ઉપરાંત કૃષ્ણપ્પા ગૌતમને 7.4 લાખ અને જે સુચિનને 4.8 લાખ રૂૂપિયામાં ખરીદ્યા છે. આ ટીમે સર્જરી બાદ વાપસી કરી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાને એક લાખ રૂૂપિયામાં ખરીદ્યા છે. સૌથી મોંઘો ખેલાડી એલઆર ચેતન સાબિત થયો. ચેતનને બેંગ્લોર બ્લાસ્ટર્સે 8.2 લાખ રૂૂપિયામાં ખરીદ્યો.