રાહુલ ટીમ માટે નહિ પોતાના માટે બેટિંગ કરે છે: ગાવસ્કર
કેએલ રાહુલ ફરી એક વાર ચર્ચામાં છે. તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડેમાં માત્ર 2 રન બનાવ્યા અને આ બાદથી જ આ ખેલાડી પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ રાહુલ પર આવો જ પ્રશ્ન ઉઠાવ્યો છે. ગાવસ્કરે તો કેએલ રાહુલને સલાહ પણ આપી દીધી કે ક્રિકેટ એક ટીમ ગેમ છે, તમારે અહીં પોતાના માટે રમવાની જરૂૂર નથી. ગાવસ્કરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે રાહુલ ટીમ માટે નહિ પરંતુ પોતાની માટે બેટિંગ કરે છે.
ગાવસ્કરે કમેન્ટ્રી દરમિયાન કહ્યું કે રાહુલે આવતા જ ડિફેન્સીવ ક્રિકેટ રમવાનું શરૂૂ કરી દીધું છે. તેને કહ્યું, તમારે વધારે ડિફેન્સીવ થવાની જરૂૂર નથી. આ એક ટીમ ગેમ છે. પોતાના અધૂરા દિલથી શોટ રમ્યો અને આઉટ થયા.રાહુલ ક્રિઝ પર આવ્યા બાદ ઘણો વધારે ટાઈમ લેતો જોવા મળ્યો હતો પરંતુ 9માં બોલ પર તેને રશીદે આઉટ કરી દીધો. એવું લાગતું હતુ કે રાહુલ ઈચ્છતો હતો કે ગિલ પોતની સદી પૂરી કરે પરંતુ તે પહેલા જ પોતે આઉટ થઈ ગયો અને ગિલ પણ સદી ન ફટકારી શક્યો. તેની 87 રનના સ્કોર પર વિકેટ પડી.