For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંજાબ કિંગ્સને ઝટકો, બોલર લોકી ફર્ગ્યુસન સમગ્ર સિઝનમાંથી બહાર

10:56 AM Apr 15, 2025 IST | Bhumika
પંજાબ કિંગ્સને ઝટકો  બોલર લોકી ફર્ગ્યુસન સમગ્ર સિઝનમાંથી બહાર

અઝમતુલ્લાહ અથવા વિજયકુમારની વૈકલ્પિક પસંદગી થઇ શકે

Advertisement

IPL 2025ની સિઝનમાં શાનદાર દેખાવ કરી રહેલી પંજાબ કિંગ્સને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ગંભીર ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબ કિંગ્સના કોચ જેમ્સ હોપ્સે 14 એપ્રિલ, 5ના આ વાતની પુષ્ટિ કરી હતી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ટીમ 15 એપ્રિલે ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મહત્વની મેચ રમવા જઈ રહી છે. ફર્ગ્યુસનની ગેરહાજરીથી ટીમની બોલિંગ લાઇનઅપને મોટી અસર થશે.

લોકી ફર્ગ્યુસનને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની તાજેતરની મેચ દરમિયાન ઈજા થઈ હતી. આ મેચમાં તેણે માત્ર બે બોલ જ ફેંક્યા હતા અને ઈજાને કારણે તે અધવચ્ચે જ મેદાન છોડીને બહાર થઈ ગયો હતો. કોચ જેમ્સ હોપ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, લોકી ફર્ગ્યુસનને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે. તે અનિશ્ચિત સમય માટે ટીમથી બહાર રહેશે. સિઝનના અંત સુધીમાં તે પાછો ફરી શકે તેવી શક્યતા ખૂબ ઓછી છે. ફર્ગ્યુસનની ગેરહાજરી પંજાબ કિંગ્સ માટે મોટો ફટકો છે, કારણ કે ટીમ પાસે હાલ તેના જેવો અનુભવી ફાસ્ટ બોલર નથી. આ સિઝનમાં ફર્ગ્યુસને ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી, જે તેની ઉપયોગીતા દર્શાવે છે. કોચ હોપ્સે વધુમાં જણાવ્યું કે, અમારી ટીમ પાસે ફર્ગ્યુસન જેવો સીધો વિકલ્પ નથી, પરંતુ અમે અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને વિજયકુમાર વિશાકમાંથી કોઈ એકને પસંદ કરી શકીએ છીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement