For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલધડક મેચમાં પંજાબ કિંગ્સે 11 રને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું

10:39 AM Mar 26, 2025 IST | Bhumika
દિલધડક મેચમાં પંજાબ કિંગ્સે 11 રને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું

કેપ્ટન શ્રેયસ અય્યરની 42 બોલમાં 97 રન અને શશાંક સિંહની 16 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ

Advertisement

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રને હરાવ્યું છે. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 232 રન જ બનાવી શકી હતી. પંજાબની જીતમાં કેપ્ટન શ્રેયસ અય્યર ચમક્યો, જેણે 97 રનની તોફાની ઇનિંગ રમી. શશાંક સિંહ ફરી ટીમનો હીરો બન્યો. આ મેચમાં વિજય કુમાર વૈશાક પણ પંજાબ કિંગ્સના સાયલન્ટ હીરો તરીકે ઉભરી આવ્યા હતા.

પંજાબ માટે બેટિંગની વાત કરીએ તો કેપ્ટન શ્રેયસ અય્યર અને શશાંક સિંહે સૌથી વધુ ચર્ચા બનાવી. એક તરફ અય્યરે 42 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 16 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ટૂંકી અને વિસ્ફોટક ઈનિંગ માટે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. પંજાબ માટે મોટા સ્કોરનો પાયો પ્રિયાંશ આર્ય દ્વારા નાખવામાં આવ્યો હતો, જેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે 23 બોલમાં 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Advertisement

ગુજરાતને 244 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સામે મોટું લક્ષ્ય હતું, તેથી ટીમને પણ ઝડપી શરૂૂઆતની જરૂૂર હતી. આવું જ કંઈક થયું કારણ કે સાઈ સુદર્શન અને શુભમન ગીલે પાવરપ્લેમાં ટીમના સ્કોરને 60થી આગળ લઈ ગયા હતા. ગિલ 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર આવ્યો ત્યારે તેણે સાઈ સુદર્શન સાથે 84 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો.

જોસ બટલરે 33 બોલમાં 54 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને તેની સૌથી વધુ જરૂૂર હતી ત્યારે તે આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સ તરફથી પણ ખૂબ જ શાનદાર બેટિંગ કરવામાં આવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચમાં ગુજરાત ટાઈટન્સની જીત થશે. પરંતુ મેચ અચાનક પલટાઈ ગઈ હતી. ઓપનર પ્રિયાંશ આર્યએ 47 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ કિશોરે 3 વિકેટ લીધી. જ્યારે કાગીસો રબાડા અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી.

Advertisement
Tags :
Advertisement
Advertisement