આજથી પ્રો કબડ્ડી 2025 ટૂર્નામેન્ટનો પ્રારંભ; 12 ટીમો વચ્ચે જામશે જંગ, કરોડોની પ્રાઇઝમની
પ્રો કબડ્ડી લીગ 2025 આજથી શરૂૂ થઈ રહી છે. PKL 2025ની પહેલી મેચ તેલુગુ ટાઈટન્સ અને તમિલ થલાઈવાસ વચ્ચે રમાશે. આ સિઝનમાં, 12 ટીમો પ્રો કબડ્ડી લીગ ટ્રોફી માટે સ્પર્ધા કરશે. આ સિઝન ચાર શહેરો વિશાખાપટ્ટનમ, જયપુર, ચેન્નાઈ અને દિલ્હીમાં રમાશે. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને કરોડો રૂૂપિયાના ઈનામ આપવામાં આવશે જ્યારે પ્રથમ રનર-અપને પણ મોટી રકમ મળશે. આ સિઝનની ઈનામી રકમ પણ 2024 સિઝન જેટલી જ છે.
પ્રો કબડ્ડી લીગ 2025ની વિજેતા ટીમને 3 કરોડ રૂૂપિયા મળશે. ગયા સિઝનમાં વિજેતા ટીમ હરિયાણા સ્ટીલર્સને 3 કરોડ રૂૂપિયા મળ્યા હતા. એટલું જ નહીં, આ ફાઈનલમાં હારનારી ટીમને 1.8 કરોડ રૂૂપિયાની ઈનામી રકમ મળશે. 12 માંથી જે પણ ટીમ ટોચની બે ટીમ હશે, તેના પર કરોડોનો વરસાદ થશે.
પ્રો કબડ્ડી લીગ 2025 માં 12 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. આ ટીમો છે તેલુગુ ટાઈટન્સ, તમિલ થલાઈવાસ, બેંગલુરુ બુલ્સ, બંગાળ વોરિયર્સ, યુ મુમ્બા, હરિયાણા સ્ટીલર્સ, દબંગ દિલ્હી કેસી, ગુજરાત જાયન્ટ્સ, જયપુર પિંક પેન્થર્સ, પટના પાઈરેટ્સ, યુપી યોદ્ધાસ અને પુનેરી પલ્ટન.
છેલ્લી ફાઈનલમાં હરિયાણા સ્ટીલર્સે પટના પાઈરેટ્સ સામે જીત મેળવી હતી. હરિયાણા સ્ટીલર્સે પટના પાઈરેટ્સ સામે 32-23 ના માર્જિનથી જીત મેળવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.
આ ઉપરાંત પ્લેઓફના નિયમ પણ પ્રથમ અને બીજા ક્રમાંકની ટીમો ક્વોલિફાયરમાં ટકરાશે. વિજેતા ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. હારનારી ટીમને ક્વોલિફાયર 2 દ્વારા ફાઈનલમાં પ્રવેશવાની તક મળશે. ત્રીજા અને ચોથા ક્રમાંકની ટીમોને પણ ક્વોલિફાયરમાંથી પસાર થવું પડશે. જો વિજેતા ટીમ આગળ વધે છે, તો હારનારી ટીમને બીજી તક મળશે. 8મા ક્રમાંક સુધીની ટીમો પ્લેઓફ રમશે. વિજેતા ટીમો એલિમિનેટર રમશે અને હારનારી ટીમોની સફર સમાપ્ત થશે.