For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ પેરાલિમ્પિક હાઇ જમ્પમાં પ્રવિણકુમારને ગોલ્ડ

12:48 PM Sep 07, 2024 IST | admin
પેરિસ પેરાલિમ્પિક હાઇ જમ્પમાં પ્રવિણકુમારને ગોલ્ડ

શોટ-પુટમાં હોકાટો સેમાએ બ્રોન્ઝ જીત્યો, ભારતની મેડલની સંખ્યા 27 એ પહોંચી, કાલે સમાપન સમારોહ

Advertisement

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતની શાનદાર આગેકુચ જારી રહી છે. ભારતીય એથ્લેટ પ્રવિણકુમારે હાઇ જમ્પમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જયારે હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે ભારતની મેડલની સંખ્યા 27 પર પહોંચી છે. પ્રવિણકુમારે ટી-64 કેટેગરીમાં 2.08 મીટરની ઉંચાઇ કલીયર કરીને નવો એશિયન રેકોર્ડ સર્જાયો છે.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં હોકાટો સેમાએ ભારતને વધુ એક મેડલ આપાવ્યો છે. લેન્ડમાઈન વિસ્ફોટમાં બચી ગયેલા ભારતીય શોટ-પુટ ખેલાડી હોકાટો સેમાએ શુક્રવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકાટો સેમાએ પુરૂૂષોની એફ-57 કેટેગરીની ફાઇનલમાં 14.65 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકી અને ત્રીજું સ્થાન મેળવીને દેશ માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો.

Advertisement

40 વર્ષીય દીમાપુરમાં જન્મેલા સૈન્યના જવાન, જેમણે ગયા વર્ષે હાંગઝોઉ પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેમણે સરેરાશ 13.88 મીટરના થ્રોથી શરૂૂઆત કરી હતી. નાગાલેન્ડના એકમાત્ર એથ્લિટ, જે પેરાલિમ્પિક્સમાં ભારતીય દળનો ભાગ હતો, તેમણે તેના બીજા થ્રોમાં 14 મીટરના આંકને સ્પર્શ કર્યો અને પછી 14.40 મીટરનું અંતર કાપીને વધુ સુધારો કર્યો. જો કે, હોકાટો સેમાએ તેના ચોથા થ્રોમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 14.49 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો. સેમાએ 2002માં જમ્મુ અને કાશ્મીરના ચોકીબલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન લેન્ડમાઈન બ્લાસ્ટમાં તેનો ડાબો પગ ગુમાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement