પ્રભસિમરનની ધીમી ઈનિંગ, ઐયરનું નબળું પ્રદર્શન, નેહલે બોલ બગાડ્યા
પંજાબ કિંગ્સનું IPL ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 રનથી હરાવ્યું છે. જાણો પંજાબ કિંગ્સની હારના 3 મુખ્ય કારણો શું હતા.
પ્ર ભસિમરન સિંહની ધીમી ઇનિંગ્સ 191 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પ્રથમ વિકેટ માટે 43 રન બનાવ્યા હતા, પરંતુ પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યે ધીમી શરૂૂઆત કરી હતી. પ્રિયાંશે 19 બોલમાં માત્ર 24 રન બનાવ્યા હતા, જ્યારે પ્રભસિમરને 22 બોલ રમીને 26 રન બનાવ્યા હતા.
કેપ્ટન શ્રેયસ ઐયરનું બેટ કામ ન આવ્યું આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શ્રેયસ ઐય્યર ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. તે 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો, તે રોમારિયો શેફર્ડના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે તે આવ્યો ત્યારે પંજાબ સારી સ્થિતિમાં હતી, પરંતુ તેની વિકેટ પછી ગેમ પલટાઈ ગઈ હતી.
નેહલ વાઢેરાએ બોલ બગાડ્યા જ્યારે શશાંક સિંહ અને નેહલ વાઢેરા ક્રીઝ પર હતા, ત્યારે પણ પંજાબ માટે જીત મુશ્કેલ લાગતી ન હતી. પરંતુ નેહલે બોલ બગાડ્યા જેના કારણે ટીમ પર દબાણ વધતું ગયું. નેહલે 15 રન બનાવવા માટે 18 બોલ રમ્યા.