મહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે, કોંગ્રેસ પાર્ટીના નેતા ડો. શમા મોહમ્મદે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. તાજેતરમાં, કોંગ્રેસના પ્રવક્તા ડો. શમા મોહમ્મદે રોહિતને જાડિયો ગણાવ્યો હતો અને તેને ભારતીય ઈતિહાસનો સૌથી અપ્રભાવશાળી કેપ્ટન પણ ગણાવ્યો હતો. આવી સ્થિતિમા વિવાદ વધતો જોઈને કોંગ્રેસ પાર્ટીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને સ્પષ્ટતા આપી અને પોતાના પક્ષના નેતાને સોશિયલ મીડિયા પરથી તેમની પોસ્ટ દૂર કરવાનો નિર્દેશ પણ આપ્યો.
આ દરમિયાન BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. શમા મોહમ્મદે આ પોસ્ટ એવા સમયે કરી છે જ્યારે ભારતીય ટીમ એક મોટી મેચ રમવાની છે. આવી સ્થિતિમાBCCI સચિવ દેવજીત સૈકિયાએ આ નિવેદનની સખત નિંદા કરી છે.BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગઉઝટ સાથે વાત કરતા કહ્યું, પટીમ એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટની વચ્ચે છે, ત્યારે એક જવાબદાર વ્યક્તિ દ્વારા આવી તુચ્છ ટિપ્પણીઓ કરવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આની ટીમ અને ખેલાડીઓ પર નકારાત્મક અસર પડી શકે છે, કૃપા કરીને આવી ટિપ્પણીઓ ન કરો.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રવક્તા અને વ્યવસાયે દંત ચિકિત્સક ડો. શમા મોહમ્મદે પોતાના ડ એકાઉન્ટ પર રોહિતને ટેગ કરીને એક પોસ્ટ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, પએક ખેલાડી તરીકે, રોહિત શર્મા જાડિયો છે. તેને વજન ઘટાડવાની જરૂૂર છે. અને ચોક્કસપણે ભારતનો સૌથી અપ્રભાવશાળી કેપ્ટન.થ જોકે, હવે તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
શમા મોહમ્મદે પણ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. શમા મોહમ્મદે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે મેં કોઈનું અપમાન કરવા માટે ટ્વીટ કર્યું નથી. શમા મોહમ્મદે કહ્યું, પમારા ટ્વીટનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો. ટ્વીટ દ્વારા મેં કહ્યું કે એક ખેલાડી હોવાને કારણે રોહિતનું વજન વધારે છે. મેં કોઈ બોડી શેમિંગ કર્યું નથી. આ બોડી શેમિંગ પણ નથી. મેં કહ્યું કે તે એક એવો કેપ્ટન છે જેનો બહુ પ્રભાવ નથી. મેં તેની સરખામણી અન્ય કેપ્ટનો સાથે કરી.