For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ!!

10:49 AM Jul 08, 2025 IST | Bhumika
પ્લેયર ઓફ ધ મેચ ગિલને મળી 21 હજારની દારૂની બોટલ

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. રસપ્રદ વાત એ છે કે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ તરીકે દારૂૂની બોટલ આપવામાં આવી હતી.

Advertisement

ભારતમાં સામાન્ય રીતે સારું પ્રદર્શન કરનાર ખેલાડીને મોટી રકમનો ચેક આપવામાં આવે છે, પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારને દારૂૂ અથવા શેમ્પેન ભેટમાં આપવામાં આવે છે. શુભમન ગિલ સાથે પણ આવું જ બન્યું અને મોટી વાત એ છે કે તેને મળેલા દારૂૂની કિંમત પણ ચોંકાવનારી છે.

આ ઈંગ્લેન્ડનો એવોર્ડ વિજેતા દારૂૂ છે અને તેની કિંમત ભારતીય રૂૂપિયામાં 21000 થી વધુ છે. એજબેસ્ટન ટેસ્ટમાં ગિલે ઘણા રેકોર્ડ તોડ્યા. ગિલ ક્રિકેટ ઈતિહાસમાં એક ટેસ્ટમાં 430, ઓડીઆઇમાં 208 અને ટી20માં 126 રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો. ગિલની 269 રનની ઈનિંગ ભારતીય કેપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ હતી. ગિલ એક જ ટેસ્ટમાં 250 અને 150 થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement