PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે.
નીતિન મેનને અંગત કારણોસર પાકિસ્તાનમાં જવાનો ઈન્કાર કરી દીધો છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ખૂબ જ અનુભવી ICC મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. તેમને પણ મેચ રેફરીની પેનલમાં તક મળી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ડેવિડ બૂન, એન્ડ્રુ પાયક્રોફ્ટ અને રંજન મદુગલે મેચ રેફરી રહેશે.
નીતિન મેનન 40 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે, જેમાં તેઓ 30 વખત ફિલ્ડ અમ્પાયર અને 10 વખત ટીવી અમ્પાયર રહ્યા છે. તેમણે 75 ODI મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. જ્યારે T20 માં પણ તેમણે 75 મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે 13 મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ પણ કર્યું છે.