એવોર્ડ સેરેમનીમાં PCBને મંચ ઉપર સ્થાન ન અપાયું
શોએબ અખ્તરે નારાજગી દર્શાવી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ દરમિયાન મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. સૂત્રો મુજબ પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી (ઈઊઘ) સુમૈર અહેમદ જે આ ટુર્નામેન્ટના નિર્દેશક પણ હતા તેઓ સમાપન સમારોહ વખતે ત્યાં હાજર હતા પરંતુ તેમને મંચ પર આમંત્રિત કરાયા નહોતા. જોકે એવોર્ડ સેરેમની દરમિયાન મંચ પર ફક્ત ICC અધ્યક્ષ જય શાહ, બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી દેવાજીત સૈકિયા જ હાજર હતા. જેમણે ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને જેકેટ આપ્યા. મંચ પર અન્ય ગણમાન્ય વ્યક્તિઓમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિંચ પણ હાજર હતા પણ પીસીબીના અધિકારીઓને મંચ પર નહોતા બોલાવાયા. માહિતી અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે આઈસીસી સામે વિરોધ કરવાની યોજના બનાવી રહ્યું છે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ઝડપી સ્ટાર બોલર શોએબ અખ્તરે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી કહ્યું કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પણ સમાપન સમારોહમાં પીસીબીનો કોઈ અધિકારી ન દેખાયા. પાકિસ્તાન મેજબાન હતું તેમ છતાં કોઈ પ્રતિનિધિને સ્થાન નહીં.