ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રંગારંગ સેરેમની સાથે પેરિસ ઓલિમ્પિક-2024નો ભવ્ય પ્રારંભ

12:24 PM Jul 26, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

સીન નદીમાં બોટમાં પરેડ યોજાઇ, વિશ્ર્વભરના ખેલાડીઓ માટે 13 મિલિયન ડિશો તૈયાર કરવામાં આવી

Advertisement

સમર ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થઈ રહ્યું છે અને આજેે તેની ઓપનિંગ સેરેમની થવાની છે. ઓલિમ્પિક 2024નું સત્તાવાર બ્રાન્ડેડ નામ પેરિસ 2024 છે.આ મલ્ટિ સ્પોર્ટ્સ ઇવેન્ટ 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી યોજાશે. જોકે ફૂટબોલ અને રગ્બી-7 જેવી કેટલીક ઇવેન્ટનો 24મી જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે.
ઓલિમ્પિકમાં ભારતે આ વખતે વિક્રમી 117 એથ્લેટ્સને મોકલ્યા છે અને 10 જેટલા મેડલની આશા રાખવામાં આવે છે. ઓલિમ્પિકની મુખ્ય યજમાન સિટી પેરિસ છે પરંતુ તેની ઇવેન્ટ્સ મેટ્રોપોલિટન ફ્રાન્સના કુલ અન્ય 16 શહેરોમાં પણ થઈ રહી છે. પેરિસ 1900 તથા 1924માં પણ યજમાન બની ચૂક્યું છે. પેરિસ એકમાત્ર એવું બીજું સિટી છે જ્યાં ત્રીજી ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે.

આ ઓલિમ્પિકમાં કુલ 10,672 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે અને 32 ગેમ્સની કુલ 329 ઇવેન્ટ યોજાશે. ભારત તરફથી કુલ 117 એથ્લેટ્સ 16 અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સની ઇવેન્ટમાં ભારતના હાઇએસ્ટ 30 તથા શૂટિંગમાં 21 એથ્લેટ્સ છે જેમની ઉપર મેડલની આશા રાખવામાં આવશે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તથા ટેબલટેનિસ ખેલાડી શરથ કમલ ભારતના ધ્વજવાહક રહેશે. કમલ પોતાની પાંચમી અને અંતિમ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે.

પેરિસ ઓલિમ્પિકના સમય દરમિયાન વિશ્વભરના કોન્ટિનેન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે. ઓવરઓલ ગેમ્સ દરમિયાન એથ્લેટ્સ અને અધિકારીઓ માટે 2.2 મિલિયન ફૂડ ડિશ સહિત કુલ 13 મિલિયન ડિશો તૈયાર કરવામાં આવી છે. આયોજકો દ્વારા આ વખતે સંપૂર્ણપણે વેજિટેરિયન ડિશ પણ તૈયાર કરવામાં આવી છે જેનો ભારતીય એથ્લેટ્સનો મોટો ફાયદો થઈ શકે છે. 10 હજાર કરતાં વધારે એથ્લેટ્સ આ વખતે અલગ પ્રકારની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે. તેઓ સીન નદીમાં 90 કરતાં વધારે બોટ્સમાં પરેડ કરશે જે છ કિલોમીટર લાંબી રહેશે. આ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂૂ થશે અને એફિલ ટાવર સુધી પહોંચશે. લગભગ ત્રણ લાખ લોકો આ ઓપનિંગ સેરેમનીને નિહાળશે. લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રાન્સની સંસ્કૃતિ અને ઓલિમ્પિકના ઇતિહાસની ઝલક દેખાડવામાં આવશે.

Tags :
olampickworldworldnews
Advertisement
Advertisement