રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પંકજ અડવાણીએ સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો

12:56 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નવેમ્બરમાં દોહા ખાતે વર્લ્ડ બિલિયર્ડ્સનું ટાઇટલ રમશે

ભારતના સ્ટાર બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ પ્રતિષ્ઠિત સોંઘે સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે સ્થાનિક ખેલાડી જેડન ઓંગ સામે 5-1થી વિજય મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. પકંજે ફાઈનલ પૂર્વે રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં આઈબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન એવા થાઈલેન્ડના દેચાવત પૂમજાએંગને 4-થી હરાવ્યો હતો.

ફાઈનલમાં પંકજે મક્કમ પ્રારંભ કરતા પ્રથમ બે ફ્રેમ જીતીન 2-0ની સરસાઈ મેળવી હતી. ત્રીજી ફ્રેમમાં પંકજે પોતાની લય જાળવતા ઊંચો સ્કોર હાંસલ કર્યો હતો જો કે સિંગાપોરના ઓંગે રેસમાં ટકી રહેવા જોર લગાવ્યું હતું અને ત્રીજી ફ્રેમ જીતવામાં તે સફળ રહ્યો હતો. ચોથી ફ્રેમમમાં પંકજે શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો જ્યારે અંતિમ અને પાંચમી ફ્રેમ પણ 74-6થી જીતીને અડવાણીએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. નવેમ્બરમાં પંકજ અડવાણી દોહા ખાતે વર્લ્ડ બિલિયર્ડ્સનું ટાઈટલ બચાવવા રમશે.

Tags :
indiaindia newsPankaj AdvaniSingaporeSportssports news
Advertisement
Next Article
Advertisement