For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

10:52 AM Feb 24, 2025 IST | Bhumika
ભારત સામે હાર છતાંય પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત

ન્યૂઝીલેન્ડ સામે ભારતના જીતની દૂઆ કરવી પડશે

Advertisement

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં યજમાન પાકિસ્તાન માટે અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂૂઆતથી જ પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે અને પોતાની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ સામે 60 રનની કારમી હાર બાદ ભારત સામે પણ 6 વિકેટે પરાજય મળતા પાકિસ્તાન માટે સેમીફાઈનલની સફર અત્યંત કઠિન બની ગઈ છે.

તેમ છતાં, હજુ પણ પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાની ઝાંખી આશા બાકી છે, જેના માટે કેટલાક જટિલ સમીકરણો સમજવા જરૂૂરી છે.સેમીફાઈનલમાં ક્વોલિફાય થવા માટે પાકિસ્તાનને ત્રણ મુખ્ય શરતો પૂરી કરવી પડશે બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડને હરાવે: 24 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ છે. પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશ આ મેચમાં ન્યુઝીલેન્ડને પરાજય આપે.

Advertisement

બાંગ્લાદેશ સામે મોટી જીત: પાકિસ્તાની ટીમે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચમાં માત્ર જીતવું જ નહીં, પરંતુ મોટા અંતરથી જીત નોંધાવવી પડશે. જેથી તેમનો નેટ રન રેટ સુધરી શકે અને અન્ય ટીમો કરતા વધુ સારો બની શકે. ભારત ન્યુઝીલેન્ડને હરાવે: 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં પાકિસ્તાને ભારતીય ટીમની જીત માટે દુઆ કરવી પડશે. જો ભારત ન્યુઝીલેન્ડને હરાવે તો પાકિસ્તાન માટે આગળ વધવાની શક્યતાઓ વધી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement