For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકાને 5 વિકેટે હરાવી પાકિસ્તાનની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત

10:49 AM Sep 24, 2025 IST | Bhumika
શ્રીલંકાને 5 વિકેટે હરાવી પાકિસ્તાનની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત

એશિયા કપ ના સુપર-ફોર રાઉન્ડમાં ગઇકાલે શ્રીલંકા સામે પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો હતો. તલતે અણનમ 32 રન અને નવાઝે વી અણનમ 38 રન કર્યા હતા. રવિવારની ફાઇનલમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન જંગ થવાની સંભાવના છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે.

Advertisement

કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને ભારત સામેની રવિવારની મેચની જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી હતી. શ્રીલંકાએ દુનિથ વેલ્લાલાગે (જેના પિતાનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું) અને કામિલ મિશારાના સ્થાને માહીશ થીકશાના અને ચમિકા કરુણારત્નેને ઇલેવનમાં સમાવ્યા હતા. શ્રીલંકાને પૂંછડિયાઓએ 133 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.

શ્રીલંકાએ ખરાબ શરૂૂઆત કર્યા પછી મિડલ-ઑેર્ડરમાં પણ નિરાશાજનક પર્ફોર્મ કર્યું હતું. જોકે પછીથી નીચલા ક્રમના બેટ્સમેનોએ ટીમને 20 ઓવરમાં 8/133નો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. એકમાત્ર કામિન્ડુ મેન્ડિસ હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો.

Advertisement

એક તબક્કે શ્રીલંકાએ 80 રનમાં છ વિકેટ ગુમાવી હતી, પરંતુ હસરંગા (15 રન) અને ચામિકા કરુણારત્ને (17 અણનમ)એ ટીમનો સ્કોર સવાસો પાર કરાવવામાં થોડું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનના મુખ્ય બોલર શાહીન આફ્રિદીએ ત્રણ અને હારિસ રઉફ તથા હુસેન તલતે બે-બે વિકેટ લીધી હતી. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. ભારત આ મેચ જીતે તો ફાઈનલમાં સ્થાન પણ નક્કી થઈ જશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement