પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીની ક્રિકેટને અલવિદા
પાકિસ્તાનના ક્રિકેટરે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે એક સમયે વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા આસિફ અલીએ ક્રિકેટને બાય બાય કર્યું છે. એશિયા કપ 2025 શરૂૂ થાય તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી એક મોટા સમાચાર મળ્યા છે. લાંબા સમયથી ટીમની બહાર રહેલા આ વિસ્ફોટક બેટ્સમેનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 33 વર્ષીય આસિફ અલીએ સોમવાર, 1 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.
તેણે લખ્યુ આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. પાકિસ્તાનની જર્સી પહેરીને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. ક્રિકેટના મેદાન પર મારા સાથી ખેલાડીઓ, કોચ અને ફેન્સ તરફથી મળેલા પ્રેમ માટે હું આભારી છું.
આસિફ અલીએ 2018માં પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યું, પહેલા T20 મા અને પછી બે મહિના પછી ODI ક્રિકેટમા તેને પાવર હિટર અને ફિનિશર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શરૂૂઆતમા તેણે કેટલીક ઈનિંગ્સમાં શાનદાર રમત દર્શાવી હતી, પરંતુ પછી સતત નિષ્ફળ રહ્યો. તે છેલ્લા બે વર્ષથી નેશનલ ટીમની બહાર હતો અને તેની વાપસીની આશાઓ ઓછી થતી જોઈને તેણે હવે નિવૃત્તિ લઈ લીધી છે