48 કેચ છોડનાર પાકિસ્તાન એશિયા કપ જીતવાની શેખી મારે છે
વિશ્ર્વની સૌથી ખરાબ ફિલ્ડિંગ ટીમોમાં સમાવેશ
એશિયા કપ 2025 ની એડીશન 9 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ પહેલા, પાકિસ્તાન વિશે એક એવું સત્ય સામે આવ્યું છે જે ખરેખર ચોંકાવનારું છે. પાકિસ્તાની ટીમના આ આંકડા ખૂબ જ શરમજનક છે. આ ખરાબ આંકડા ફિલ્ડિંગ સાથે સંબંધિત છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં કેચ છોડવા અને રન આઉટ ચૂકવામાં કોઈ કસર છોડી નથી. તે વિશ્વની સૌથી ખરાબ ફિલ્ડિંગ ટીમોમાંની એક છે. પાકિસ્તાન ટીમે વર્ષ 2024ની શરૂૂઆતથી અત્યાર સુધીમાં કુલ 48 કેચ છોડ્યા છે. એટલું જ નહીં, ટીમે કુલ 89 મિસફિલ્ડિંગ કર્યા છે, જે એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન છે.
મિસફિલ્ડિંગની બાબતમાં વેસ્ટ ઈન્ડિઝ ટોચ પર છે. આ ઉપરાંત, પાકિસ્તાન ટીમે અત્યાર સુધીમાં 98 રન આઉટની તકો પણ ગુમાવી છે. ઓવર થ્રોની વાત કરીએ તો, પાકિસ્તાની ટીમે 16 વખત આવું કર્યું છે. પાકિસ્તાની ટીમની કેચ પકડવાની ક્ષમતા ફક્ત 81.4 ટકા છે, જે ખરેખર દયનીય છે. પાકિસ્તાન ટીમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ખૂબ જ ખરાબ છે ,આ જ કારણ છે કે તેને એશિયા કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી નથી. હવે જોવાનું એ રહ્યું કે પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં કેવું પ્રદર્શન કરે છે.