એશિયા કપમાં અજય ભારત સામે પાકિસ્તાનનો કાલે ફાઇનલ જંગ
ચાર વખત ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમનો બે વખત જ્યારે ટીમ ઇન્ડિયાનો 8 વખત ફાઇનલમાં વિજય થયો છે
એશિયા કપ - 2025 નો ફાઇનલ મુકાબલો કાલે ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાશે એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત-પાક ટકરાશે . ક્રિકેટ પ્રેમીઓમા ભારે રોમાંચ જોવા મળી રહયો છે. એશિયા કપના ઇતિહાસમાં ફાઇનલમા જીતનું પલ્લું ભારતનું ભારે રહયુ છે. વર્તમાન સિરિઝમાં ભારતે એકપણ મેચ હારી નથી તે જોતા ભારતના વિજયના ચાન્સ વધુ છે.
સુપર-4 મેચમાં બાંગ્લાદેશને હરાવીને પ પાકિસ્તાનની ટીમ પાંચમી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચી ચૂકી છે. જ્યાં રવિવારે પાકિસ્તાન અને ભારત વિરુદ્ધ ફાઈનલ મુકાબલો થવાનો છે. ખાસ વાત એ છે કે, એશિયા કપના ઈતિહાસમાં એવું પહેલીવાર થશે, ત્યારે ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાઈ રહ્યા હશે.
અગાઉ એશિયા કપ-2000ની સાતમી સિઝનમાં પાકિસ્તાનની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. બાંગ્લાદેશમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બની હતુ. બીજી વખત 2012માં પાકિસ્તાન એશિયા કપની 11મી સિઝનમાં ફાઈનલમાં પહોંચ્યું હતુ.
જ્યાં બાંગ્લાદેશમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને બાંગ્લાદેશને તેની જ ધરતી પર હરાવીને ખિતાબ જીત્યો હતો.2014માં રમાયેલી એશિયા કપની 12મી સિઝનમાં પણ પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. જે બાદ 2022માં દુબઈમાં રમાયેલ એશિયા કપની 15મી સિઝનમાં પણ પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોચી ગઈ હતી. જો કે આ વખતે પણ શ્રીલંકાની ટીમ સામે પાકિસ્તાનની ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
આમ 4 વખત ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ 2 વખત વિજેતા થઈ, જ્યારે 2 વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બે વખત ચેમ્પિયન બનવા સાથે પાકિસ્તાન એશિયા કપની ત્રીજી સફળ ટીમ છે. જ્યારે 6 વખત ચેમ્પિયન બનેલ શ્રીલંકા બીજી સફળ ટીમ છે. તેમજ સૌથી વધુ 8 વખત જીત સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપની સૌથી સફળ ટીમ છે.
1984થી શરૂૂ કરવામાં આવેલ એશિયા કપ 2014 સુધી માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમાતો હતો. જો કે 2016થી એશિયા કપ T20ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. ICC વર્લ્ડકપના ફોર્મેટને ધ્યાનમાં રાખીને એશિયા કપનું ફોર્મેટ નક્કી કરતી હોય છે. 2026માં ICC T20વર્લ્ડકપ આવી રહ્યો છે. આથી એશિયા કપ 2025 પણ T20ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. T20ફોર્મેટમાં ત્રીજી વખત એશિયા કપ રમાઈ રહ્યો છે.