For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર, મોહમ્મદ રિઝવાન કેપ્ટન

10:45 AM Feb 01, 2025 IST | Bhumika
ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનની ટીમ જાહેર  મોહમ્મદ રિઝવાન કેપ્ટન

ફખર ઝમાન, સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક
.

Advertisement

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની સાથે મોહમ્મદ રિઝવાન પણ ટીમમાં સામેલ છે. રિઝવાનને મોટી જવાબદારી મળી છે. તે ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ કરશે. અનુભવી ખેલાડી ફખર ઝમાન પણ ટીમનો ભાગ છે. સલમાન અલી આગા અને ઉસ્માન ખાનને પણ તક આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શુક્રવારે સાંજે ટીમની જાહેરાત કરી હતી. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2017નો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ફરી એકવાર જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જ્યારે ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈ, ઞઅઊમાં રમશે.

Advertisement

પાકિસ્તાનની ટીમ એકદમ સંતુલિત દેખાઈ રહી છે. અનુભવી ખેલાડી બાબર આઝમ અને ફખર ઝમાન ટીમનો ભાગ છે. ફખર ઝમાને પાકિસ્તાન માટે 82 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 3492 રન બનાવ્યા છે. તેણે બેવડી સદી પણ ફટકારી છે. કામરાન ગુલામ અને સઈદ શકીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ફહીમ અશરફ પણ પાકિસ્તાન ટીમનો ભાગ છે.

પાકિસ્તાનનું બોલિંગ આક્રમણ ઘણું ઘાતક છે. શાહીન આફ્રિદી અને નસીમ શાહ ટીમનો ભાગ છે. શાહીનની વાત કરીએ તો તેણે 59 ઘઉઈં મેચમાં 119 વિકેટ લીધી છે. તેની સાથે હરિસ રઉફ અને મોહમ્મદ હસનૈનને પણ ટીમમાં સામેલ કરાયો છે. સ્પિનર અબરાર અહેમદ પણ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાનની ટીમમાં મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહમદ, હારિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement