ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેસ અને અમૃતરાજ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફ્રેમમાં સામેલ

12:42 PM Jul 23, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

આવું સન્માન મેળવનાર પ્રથમ એશિયન પુરુષ ખેલાડી બન્યા

Advertisement

ભારતના મહાન ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજનો આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરાયો હતો. આ સાથે બંને હોલ ઓફ ફેમમાં સામેલ થનાર સૌપ્રથમ એશિયન પુરુષ ખેલાડી બન્યા છે. આ બંને ખેલાડીઓનો દિગજ્જ બ્રિટિશ ટેનિસ પત્રકાર અને લેખડ રિચર્ડ ઈવાન્સ સામે હોલ ઓફ ફેમમાં સમાવેશ કરાયો છે. લિએન્ડર પેસના નામે 1996માં એટલાન્ટા ઓલિમ્પિક ગેમ્સમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવાની સિદ્ધી છે.

આ ઉપરાંત આઠ મેન્સ ડબલ્સ અને 10 મિક્સ્ડ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ પણ તે જીત્યો છે. પેસ સંખ્યાબંધ વખત ડેવિસ કપ વિજેતા પણ રહ્યો છે. પેસનો હોલ ઓફ ફેમમાં ખેલાડીની શ્રેણીમાં સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત 70 વર્ષીય અમૃતરાજે 1970માં ડેબ્યૂ કર્યું કતું અને 1993માં ટેનિસમાંથી સંન્યાસ લીધો હતો. આ ગાળામાં તેમણે 15 એટીપી સિંગલ્સ ટાઈટલ અને 399 મેચ જીતી અને સિંગલ્સમાં શ્રેષ્ઠ 18માં ક્રમનું અને ડબલ્સમાં 23માં ક્રમનું રેન્કિંગ પ્રાપ્ત કર્યું હતું. તેમણે ભારતને 1974 અને 1987માં ડેવિસ કપ ફાઈનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી. તેમનો હોલ ઓફ ફેમમાં ઈવાન્સ સાથે યોગદાન આપનારની શ્રેણીમાં સમાવેશ કરાયો હતો.

Tags :
indiaindia newsSportsSportsNEWSTennis
Advertisement
Advertisement