ઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય
પ્રથમ બે મેચ જીત્યા બાદ ત્રીજી ટી-20માં ભારતીય ખેલાડીઓ પાણીમાં બેસી જતા રાજકોટના હજારો ફ્રેન્ડ નિરાશ
"ઇંગ્લેન્ડે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ મોરચે સફળતા મેળવી પાંચ મેચની શ્રેણી જીવંત રાખી"
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રને હરાવી પાંચ મેચની શ્રેણી જીવંત રાખી હતી. ભારતે અગાઉ બે મેચ જીત્યા બાદ ત્રીજી મેચ હાર્યું છે. આમ છતા શ્રેણીમાં આગળ છે પરંતુ રાજકોટની ધરતી ઉપર ભારતીય ટીમનો પરાજય થતા હજારો ક્રિકેટ રસિયા નિરાશ થયા હતા.
ભારતીય ટીમ પહેલા બે મેચ જીતી ચૂકી હોવાથી રાજકોટમાં ત્રીજી મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઓવાર કોન્ફિડન્સમાં રમતા જોવા મળ્યા હતા. અને ભૂલો કરીને વિકેટો ફેંકી દેતા હારનો સામનો કરવો પડયો હોત. ઇંગ્લેન્ડની ટીમ બોલીંગ, બેટીંગ અને ફિલ્ડીંગ એમ ત્રણેય મેરચો ભારતીય ટીમ ઉપર હાવી રહી હતી.
શ્રેણીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ શાનદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 145 રન બનાવી શકી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. જોકે ભારત હજુ 2-1થી આગળ છે. રાજકોટમાં ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની શરૂૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. સેમસન બાદ અભિષેક શર્માની વિકેટ પડી હતી. તે 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેકે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે 18 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર માત્ર 6 રન બનાવીને વોકઆઉટ થયો હતો. છેલ્લે હાર્દિક પંડયાએ કેટલાક મોટા શોટ્સ રમીને આશા જગાડી હતી. પરંતુ તે પણ 35 બોલમાં 45 રન બનાવીને આઉટ થઇ જતા ભારત જીતની આશા ગુમાવી દીધી હતી. અક્ષર પટેલે 16, વોશિંગ્ટન સુંદરે 6, ધ્રૂવ જુરેલે બે, શમીએ 7, બિશ્ર્નોઇએ 4 રન બનાવ્યા હતા.
બેન ડકેટ ટીમ માટે ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 28 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. ડકેટે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. લિવિંગસ્ટને 24 બોલનો સામનો કરીને 43 રન બનાવ્યા હતા. તેણે 5 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. કેપ્ટન જોસ બટલરે 24 રનનું યોગદાન આપ્યું હતું. ફિલિપ સોલ્ટ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
ભારત માટે વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. શમીએ 3 ઓવરમાં 25 રન આપ્યા હતા.
આઉટ થતા હાર્દિક પંડયાએ ભારે ગુસ્સામાં બેટ ફેરવ્યું
ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 26 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારત માટે હાર્દિક પંડ્યાએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, તે ટીમ ઈન્ડિયાને જીતવામાં મદદ કરી શકી ન હતી. આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ગુસ્સામાં દેખાતો હતો અને પોતાની જાત પર જ બૂમો પાડી હતી. પંડ્યા આઉટ થયા બાદ હાથમાં બેટ ફેરવતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં પંડ્યા ટીમ ઈન્ડિયા માટે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 35 બોલનો સામનો કર્યો અને 40 રન બનાવ્યા હતા. પંડ્યાની આ ઇનિંગમાં 2 સિક્સ અને 1 ફોરનો સમાવેશ થાય છે. પરંતુ આ પછી તે આઉટ થઈ ગયો હતો. પંડ્યાને ઇનિંગની 19મી ઓવરમાં જેમી ઓવરટને આઉટ કર્યો હતો. પંડ્યા આઉટ થયા બાદ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તે આઉટ થતાની સાથે જ ગુસ્સામાં બેટ ફેરવતો જોવા મળ્યો હતો.
T20Iમાં બે પાંચ વિકેટ ઝડપનાર વરૂણ ચક્રવતી ત્રીજો ભારતીય
વરુણ ચક્રવર્તીએ મેચમાં પોતાની ચાર ઓવરમાં માત્ર 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની બીજી પાંચ વિકેટ છે. તે ભારત માટે T20I ક્રિકેટમાં બે પાંચ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બન્યો છે. તેની પહેલા, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે T20I ક્રિકેટમાં બે-બે વખત પાંચ વિકેટ ઝડપી છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે પાંચ વિકેટ ઝડપી શક્યા નથી. વરુણ ચક્રવર્તીએ વર્ષ 2021માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે ટી20 વર્લ્ડ કપ 2021માં પણ ટીમ માટે રમ્યો હતો. પરંતુ તેણે ત્યાં ખરાબ પ્રદર્શન કર્યું. તે T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન સામે 33 રન આપીને સૌથી મોટો વિલન બન્યો હતો. આ પછી તેણે ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ સામે પણ મેચ રમી હતી. ત્યારબાદ તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ કારણથી તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.
હાર માટે સૂર્યકુમાર યાદવે શમીને દોષિત ઠેરવ્યો
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, મને લાગે છે કે જ્યારે હાર્દિક અને અક્ષરો બેટિંગ કરતા હતા ત્યારે રમત અમારા હાથમાં હતી. ક્રેડિટ આદિલ રશીદને જાય છે. તેણે ખરેખર સારી રીતે બોલિંગ કર્યું. તે વર્લ્ડ ક્લાસ બોલર છે. સૂર્યએ વધુમાં કહ્યું, અમારી ટીમમાં પણ ઘણા સ્પિનરો હતા. અમે હંમેશાં T20 મેચમાંથી કંઈક શીખીએ છીએ. અમને બેટિંગના દ્રષ્ટિકોણથી શીખવાનું મળ્યું. ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવું પડશે અને તમારી ભૂલોથી શીખવું પડશે. મને ખાતરી છે કે શમી પછીથી વધુ સારું પ્રદર્શન કરશે. પ્રેક્ટિસ સેશન દરમિયાન વરૂૂણ ચક્રવર્તી ખરેખર સખત મહેનત કરી રહી છે. તે શિસ્તબદ્ધ છે અને તે મેદાનમાં તે સખત મહેનતનું પરિણામ મેળવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પ્રદર્શનથી ખુશ ન હતા. જેના કારણે હવે બધા ચાહકો માને છે કે સૂર્યએ મેચ પછી શમીને દોષી ઠેરવ્યો હતો. શમીને અરશદીપ સિંહની જગ્યાએ 11 રમવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેણે 3 ઓવરમાં 25 રન માટે કોઈ વિકેટ લીધી ન હતી.