સાઈ સુદર્શનને ઓરેન્જ અને પ્રસિધ્ધ કૃષ્ણાને પર્પલ કેપ
વૈભવ સૂર્યવંશીને ટાટા કર્વ કાર, સાઈ સુદર્શન ઈમેજિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
IPL 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટાઈટલ જીત્યું છે અને પંજાબ કિંગ્સની ટીમ રનર-અપ રહી છે. ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરનાર કૃણાલ પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને નવી પટાટા કર્વથ કાર મળી છે. આ સિવાય ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સહિત તમામ એવોર્ડ વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ સામે આવ્યું છે.
ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે.
તેણે 759 રન બનાવવા બદલ ઓરેન્જ કેપ જીતી છે. ત્યારે પર્પલ કેપ પણ ગુજરાતના ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણાએ આપવામાં આવી છે. તેને 25 વિકેટ લઈને પર્પલ કેપ જીતી છે. સુદર્શનને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો છે અને જેના માટે તેને 10 લાખ રૂૂપિયા અને ટ્રોફી મળી છે. ખઈંના સૂર્યકુમાર યાદવને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો છે. સૂર્યાએ ટુર્નામેન્ટમાં 717 રન બનાવ્યા છે અને આ એવોર્ડ માટે તેને 10 લાખ રૂૂપિયા અને ટ્રોફી મળી હતી. તે જ સમયે, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી સિઝનનો સુપર સ્ટ્રાઈકર હતો. સૂર્યવંશીએ 7 મેચમાં 206.55ના સ્ટ્રાઈક રેટથી 252 રન બનાવ્યા છે. સૂર્યવંશીએ IPL 2025માં શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ સાથે રમ્યો હતો. જછઇંના કમિન્ડુ મેન્ડિસને સિઝનનો બેસ્ટ કેચનો એવોર્ડ મળ્યો, જેને જોઈને કાવ્યા મારન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ ગચી.
કયા ખેલાડીને કયો એવોર્ડ?
ઈમર્જિગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ - સાઈ સુદર્શન (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી (ટાટા કર્વ કાર અને ટ્રોફી)
સુપર સિક્સ ઓફ ધ ટુર્નામેન્ટ - નિકોલસ પૂરન (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
રૂૂપે ગો ઓફ ધ ફોર સીઝન - સાઈ સુદર્શન (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
ગ્રીન ડોટ બોલ ઓફ ધ સીઝન એવોર્ડ - મોહમ્મદ સિરાજ (10લાખ રૂૂપિયા અને ટ્રોફી)
કેચ ઓફ ધ સીઝન - કમિન્ડુ મેન્ડિસ (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
ફેર પ્લે એવોર્ડ - ચેન્નાઈ સુપર કિંગ્સ (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
પર્પલ કેપ - પ્રસિદ્ધ કૃષ્ણા (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
ઓરેન્જ કેપ - સાઈ સુદર્શન (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - સૂર્યકુમાર યાદવ (10 લાખ રૂૂપિયા અને ટ્રોફી)
રનર-અપ ટીમ - પંજાબ કિંગ્સ (12 કરોડ રૂૂપિયા અને શીલ્ડ)