રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વધુ એક વખત દ.આફ્રિકાનો નિર્ણાયક મેચમાં ધબડકો

10:49 AM Mar 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં પરાજય, રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ

Advertisement

દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ ગઈ કારણ કે ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ પહેલા, બંને ટીમો વર્ષ 2000 માં આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટકરાઈ હતી, ત્યારે કિવીઓએ જીત મેળવી હતી.ફાઇનલ 9 માર્ચે દુબઈમાં યોજાશે. ભારતે પહેલા સેમિફાઇનલમાં હેવીવેઇટ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
બીજા સેમિફાઇનલની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર, 362/6 બનાવ્યો. રચિન રવિન્દ્ર (108) અને કેન વિલિયમસન (102) ની સદીના જવાબમાં, દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 312/9 રન સુધી જ સિમિત રહ્યું.

ન્યૂઝીલેન્ડે આપેલા આવેલા 363 રનના ટાર્ગેટને ચેઝ કરતા આફ્રિકન ટીમ 9 વિકેટે માત્ર 312 રન જ બનાવી શકી. કેપ્ટન મિચેલ સેન્ટનરે 3 વિકેટ લીધી. મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સે 2-2 વિકેટ લીધી. સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સદી ફટકારી હતી. તેણે 67 બોલમાં સદી ફટકારી. કેપ્ટન ટેમ્બા બાવુમા (56 રન) અને રાસી વાન ડેર ડુસેન (69 રન)એ ફિફ્ટી ફટકારી હતી.

ડેવિડ મિલરની સદી પણ દક્ષિણ આફ્રિકાને મદદ કરી શકી નહીં363 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂૂઆત ખરાબ રહી. મેટ હેનરીએ પાંચમી ઓવરમાં પ્રોટીઝને પ્રથમ સફળતા અપાવી, જેમાં રાયન રિક્લટન (17) ને 20 રને આઉટ કરવામાં આવ્યો. ત્યાંથી, કેપ્ટન ટેમ્બા બાવુમા (71 બોલમાં 56) અને રાસી વાન ડેર ડુસેન (66 બોલમાં 69) એ બીજી વિકેટ માટે ધીમી 105 રનની ભાગીદારી કરી. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા ડેવિડ મિલરે 47 ઓવર સુધી રમતો રહ્યો, પરંતુ 67 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ અપૂરતી સાબિત થઈ.

Tags :
indiaindia newsIndia-New Zealand matchSouth AfricaSportssports newsworldWorld News
Advertisement
Advertisement