ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હોકી ટીમ પર ઓડિશા સરકારની ધનવર્ષા, 15 લાખના ચેક આપ્યા

02:35 PM Aug 29, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રાજ્યના ખેલાડી અમિત રોહિદાસને ચાર કરોડ આપ્યા

Advertisement

ભુવનેશ્વરમાં ઓડિશા સરકારે ભારતીય હોકી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને દરેક ખેલાડીનું સન્માન કર્યું હતું. ઍરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી ઑલિમ્પિક મેડલિસ્ટ ટીમને શાનદાર સ્વાગત મળ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે હોકી ઇન્ડિયાના ઑફિશ્યલ સ્પોન્સર ઓડિશા સરકારનો ખેલાડીઓ માટે વિવિધ સુવિધા અને પ્રેક્ટિસ માટે મેદાન આપવા માટે આભાર માન્યો હતો.

રાજ્યના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ સન્માન સમારોહમાં તમામ ખેલાડીઓને 15-15 લાખ રૂૂપિયાની પ્રાઇઝ મનીનો ચેક આપ્યો હતો. રાજ્યના ખેલાડી અમિત રોહિદાસને ચાર કરોડનો અને સપોર્ટ સ્ટાફને 10-10 લાખ રૂૂપિયાનો ચેક મળ્યો હતો. પેરિસ ઑલિમ્પિક્સમાં હોકી સ્ટાર્સે બ્રોન્ઝ મેડલ જીત્યો એ પહેલાં ઓડિશા સરકારે 2036 સુધી ભારતીય હોકીને સ્પોન્સર કરવાની જાહેરાત કરી દીધી હતી. આ બધા વચ્ચે 50 લાખ રૂૂપિયા મેળવનાર ભૂતપૂર્વ હોકી ગોલકીપર પી.આર. શ્રીજેશ માટે કેરલા રાજ્યની સરકારે બે કરોડ રૂૂપિયાની પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. શ્રીજેશ જુનિયર હોકી ટીમને કોચિંગ આપતાં પહેલાં 2-3 મહિના માટે માનસિક રીતે તૈયાર થવા પર ધ્યાન આપી રહ્યો છે.

Tags :
15 lakh check given to hockey teamhockey teamindiaindia newsOdisha Govt's Dhanvarshaodishanews
Advertisement
Advertisement