ક્રિકેટ ટુર્ના. માં પોલીસ બંદોબસ્ત માટે હવે ચૂકવવી પડશે ફી
ICC, BCCI અને IPL સ્તરની તમામ ટૂર્નામેન્ટ માટે લાગુ, ગૃહ વિભાગે ફીના ધોરણ નક્કી કર્યા
10 થી 25 લાખ ફી ઉપરાંત જવાનો માટે ભોજન-પાણી, કંટ્રોલરૂમની જવાબદારી પણ આયોજકોની
આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર ICC, BCCI અને IPL સ્તરની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આયોજકોને હવે ઓન પેમેન્ટ આધારિત પોલીસ બંદોબસ્ત માટે નક્કી થયેલી ફી ચુકવવી પડશે. ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા નક્કી કરેલ નિયમ મુજબ, રાજ્યના વિવિધ શહેરોમાં યોજાતી ટેસ્ટ, વન ડે, ઝ-20 અને IPL મેચો માટે ટીમની લોકપ્રિયતા અને સ્થાનિક પરિસ્થિતિને આધારે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે, પણ અગાઉ આ માટે કોઈ નિશ્ચિત નીતિ ન હતી.
હવે ગૃહ વિભાગે સ્પષ્ટ ધોરણ નક્કી કરી દેતા, આવી ટુર્નામેન્ટો માટે આયોજકોને જો ટેસ્ટ અથવા વન ડે મેચ હોય તો રૂૂપિયા 25 લાખ અને ઝ-20 માટે રૂૂપિયા 10 લાખ ફી ચુકવવી ફરજીયાત રહેશે. આ સાથે જ બંદોબસ્તમાં તૈનાત રહેલા પોલીસ જવાનો માટેના ભોજન પેકેટ અને મિનરલ વોટરનો ખર્ચ પણ પોલીસ વિભાગ નહીં વહન કરે તે આયોજકોની જવાબદારી રહેશે. તેમજ જો કંટ્રોલ રૂૂમની જરૂૂર પડે, તો તે વ્યવસ્થા પણ આયોજકોએ જ કરવી પડશે.
ગુજરાત રાજ્યમાં સતત વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ દરમિયાન ટીમની લોકપ્રિયતા અને સ્થાનિક પરિસ્થિતિના આધારે સુરક્ષા જરૂૂરિયાતોને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ બંદોબસ્ત ઓન પેમેન્ટ આધારિત હોય છે, પરંતુ અત્યાર સુધી આ માટે નાણાં વસુલાતની કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવી નહતી, એવું ગૃહ વિભાગે જણાવ્યું છે. હવે ગૃહ વિભાગે આ મુદ્દે નિર્ણય લઈને સ્પષ્ટ ફીધોરણ જાહેર કર્યું છે. નવા નિર્ણય મુજબ, ટેસ્ટ અને વન ડે મેચ માટે વધુ ફી લેવાની રહેશે, જ્યારે ટી-20 અને IPL જેવી ટુર્નામેન્ટ માટે ઓછું ફીધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગે પોતાના ઠરાવમાં સ્પષ્ટ કર્યો છે કે, સ્ટેડિયમની અંદર તેમજ બહારનો પોલીસ બંદોબસ્ત આ યોજના હેઠળ આવરી લેવાશે. સાથે જ, જો મેચ દરમિયાન કોઈ ધમકી મળે અથવા અન્ય કોઈ કારણસર વધારાનો પોલીસ બંદોબસ્ત જરૂૂરી બને, તો તેનું ચાર્જ નક્કી થયેલા મેચના દર કરતાં વધુમાં વધુ 25 ટકા સુધી જ શકાય એવું નક્કી કરવામાં આવ્યું છે.
બંદોબસ્ત દરમિયાન લગેજ સ્કેનર, બેરીકેડ અને હેન્ડ મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા સંબંધિત પોલીસ ઓથોરિટીની જવાબદારી રહેશે. આ ઓન પેમેન્ટ આધારિત બંદોબસ્તની રકમ મેચ યોજાનાર તારીખથી એક મહિનાની અંદર આયોજકોએ ચુકવવી ફરજિયાત રહેશે. જો ચૂકવણીમાં વિલંબ થાય તો વિભાગ ઓન પેમેન્ટ બંદોબસ્તના નિયમો પ્રમાણે વ્યાજની વસુલાત પણ કરી શકે છે, એવું પણ ગૃહ વિભાગે જણાવ્યું છે.