For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિકેટરો જ નહીં કોમેન્ટેટર્સની પણ કરોડોની કમાણી, લક્ઝરી લાઇફ

10:59 AM Jul 04, 2025 IST | Bhumika
ક્રિકેટરો જ નહીં કોમેન્ટેટર્સની પણ કરોડોની કમાણી  લક્ઝરી લાઇફ

કોમેન્ટેટર બનવા ક્રિકેટના નિયમો, ટેકનીક, ઇતિહાસની જાણકારી જરૂરી

Advertisement

ભારતમાં ક્રિકેટ એક ધર્મની જેમ છે. દરેક ક્રિકેટર્સનું સપનું હોય છે કે, તે એક દીવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમે,જેમાંથી કેટલાક ક્રિકેટર્સ એવા હોય છે, જે આગળ જઈને કોમેન્ટ્રીની દુનિયામાં એન્ટ્રી કરે છે પરંતુ એક કોમેન્ટર બનવા માટે ક્રિકેટના નિયમો, ટેકનીક અને ક્રિકેટના ઈતિહાસની જાણકારી હોવી જોઈએ. મેચની સ્થિતિ મુજબ એનાલિલિસ કરવું તેમજ ચાહકોને મનોરંજન કરાવવાની જવાબદારી હોય છે.

ક્રિકેટરનો બીસીસીઆઈ પાસેથી મળનારી સેલેરીની વાત કરીએ તો એક કોમેન્ટર પણ ક્રિકેટર પર સેલેરીને લઈ ભારે પડે છે. ગ્રેડ એ પ્લસના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વર્ષના 7 કરોડ રુપિયા મળે છે. તો ગ્રેડ એના ખેલાડીઓને 5 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા વર્ષમાં આપવામાં આવે છે. તો ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રુપિયા મળે છે.કોમેન્ટ્રી ફીલ્ડમાં સેલેરી કોન્ટ્રાક્ટના ઉપર પણ નિર્ભર કરે છે.મીડિયા રિપોર્ટની વાત માનીએ તો એક મેચના હિસાબથી 2-3 લાખ રુપિયા કમાય છે.

Advertisement

અનુભવ વધે છે તો સેલેરી 5-6 લાખ રુપિયા સુધી પહોંચી જાય છે. રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતા રમત કોમેન્ટેટર્સમાં સામેલ છે. ટીમ ઈન્ડિયાની મેચો ઉપરાંત, ભારતીય ક્રિકેટ કોમેન્ટેટર્સ આઈપીએલ અને વિદેશી પ્રવાસો પર સિરીઝ દરમિયાન પણ કોમેન્ટરી કરે છે. ભારતમાં એક જુનિયર ક્રિકેટ કોમેન્ટેટર દરરોજ લગભગ 35,000 રૂૂપિયા કમાઈ શકે છે. જ્યારે એક અનુભવી ઉચ્ચ કક્ષાના કોમેન્ટેટરનો પગાર ઘણો વધારે હોય છે જે દરરોજ 6 થી 10 લાખ રૂૂપિયા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ ધરાવતા કોમેન્ટેટર પણ મોટી બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે

Advertisement
Tags :
Advertisement
Advertisement