ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડી
અમેરિકન મેગેઝિન ‘ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ’ની યાદી
પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન મેગેઝિન પટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝથ દ્વારા 2024માં ભાલા ફેંકમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ પુરુષ એથ્લેટ જાહેર કરવામાં આવ્યો છે.
નીરજે બે વખતનાં વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડી દીધાં. નદીમ આ યાદીમાં પાંચમાં ક્રમે છે કારણ કે ઓલિમ્પિક સિવાય તેણે માત્ર એક અન્ય સ્પર્ધા પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો, જેમાં તે ચોથા સ્થાને રહ્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં, તેણે 92.97 મીટરના ભાલા ફેંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ચોપરાએ 89.45 મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારત સંભવત: આ વર્ષે સપ્ટેમ્બરમાં ટોચની ભાલા ફેંક સ્પર્ધાનું આયોજન કરશે જેમાં નીરજ સહિત ઘણાં સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. આ ઇવેન્ટ એ ઘણી સ્પર્ધાઓ ઉપરાંત છે જેનું આયોજન કરવા માટે ભારતે રસ દર્શાવ્યો છે. જેમાં 2029માં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થાય છે.