ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઈનની ODI ક્રિકેટને અલવિદા
ભારતમાં રમાનાર મહિલા ODI વર્લ્ડકપ છેલ્લી ટૂર્નામેન્ટ રહેશે
ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇન ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારતમાં રમાનારી મહિલા ODI વર્લ્ડ કપ 2025 પછી આ ફોર્મેટને અલવિદા કહેશે. પરંતુ તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ઝ20 માં રમવાનું ચાલુ રાખશે. ન્યુઝીલેન્ડ બોર્ડ એક કે બે દિવસમાં મહિલા ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવા જઈ રહ્યું હતું, તે પહેલાં જ ડેવાઇન ODI માંથી નિવૃત્તિ લઈ રહી છે. તેનું નામ હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રહેશે નહીં. તેની પાસે હવે ફક્ત ઝ20 ફોર્મેટ માટે જ કોન્ટ્રાક્ટ રહેશે.
સોફી ડિવાઇનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તેણીએ 2006 માં માત્ર 17 વર્ષની ઉંમરે ODI માં પ્રવેશ કર્યો હતો. ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ ODI મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં ડેવાઇન (152 મેચ) સુઝી બેટ્સ પછી બીજા ક્રમે છે. તેના આંકડા વિશે વાત કરીએ તો, તે ODI માં તેના દેશ માટે સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં ચોથા ક્રમે છે. આગામી ODI વર્લ્ડ કપમાં, સોફી ડિવાઇનને સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચવાની તક મળશે. તેને ત્રીજા નંબર પર પહોંચવા અને ડેબી હોકલીને પાછળ છોડી દેવા માટે 54 રનની જરૂૂર છે. તેણીએ અત્યાર સુધી ODI માં 3990 રન બનાવ્યા છે. ડેવાઇન ન્યુઝીલેન્ડ માટે ODI માં સૌથી વધુ સદી ફટકારનાર બીજી મહિલા બેટ્સમેન છે, તેણીના નામે 8 સદી છે. સુઝી બેટ્સ 13 સદી સાથે પ્રથમ ક્રમે છે.