ક્રિકેટમાં નવું ફોર્મેટ, લિજેન્ડ 90 લીગનો 6 ફ્રેબુઆરીથી પ્રારંભ
લિજેન્ડ 90 લીગ 6 ફેબ્રુઆરીથી રાયપુરમાં શરૂૂ થવા જઈ રહી છે. આ લીગમાં કુલ 7 ટીમો ભાગ લેશે, જે ખાસ ફોર્મેટમાં રમતી જોવા મળશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના જેવા સ્ટાર ખેલાડીઓ આ લીગનો ભાગ છે.
ક્રિકેટમાં દરરોજ કોઈને કોઈ નવા પ્રયોગો કરવામાં આવે છે. તમામ ક્રિકેટ બોર્ડ પોતાના દેશમાં રમાતી ફ્રેન્ચાઈઝી લીગમાં રમતને રોમાંચક બનાવવા માટે કંઈક નવું કરી રહ્યા છે.તાજેતરમાં, રમતની ગતિ વધારવા માટે, ઝ10 જેવું ફોર્મેટ પણ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં 10-10 ઓવરની મેચો રમાય છે. પરંતુ હવે ભારતમાં એક નવું ફોર્મેટ શરૂૂ થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં, લિજેન્ડ 90 લીગ રાયપુરમાં 6 થી 18 ફેબ્રુઆરી દરમિયાન રમવાની છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘણા નિવૃત્ત મોટા ખેલાડીઓ આમાં રમતા જોવા મળશે.
લિજેન્ડ 90 લીગમાં કુલ 7 ટીમો રમશે. ખાસ વાત એ છે કે આ લીગમાં 90-90 બોલની મેચો રમાશે. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના, ન્યુઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલર, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ જેવા ઘણા મહાન ખેલાડીઓ આ લીગમાં રમતા જોવા મળશે.
લિજેન્ડ્સ 90 લીગના ડાયરેક્ટર શિવેન શર્માએ કહ્યું કે, અમે ક્રિકેટના કેટલાક મહાન ખેલાડીઓ સાથે આ અનોખા અને ઝડપી 90-બોલ ફોર્મેટનું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ લીગમાં છત્તીસગઢ વોરિયર્સ, હરિયાણા ગ્લેડીયેટર્સ, દુબઈ જોઈન્ટ્સ, ગુજરાત સેમ્પ આર્મી, દિલ્હી રોયલ્સ, બિગ બોયઝ અને રાજસ્થાન કિંગ્સની ટીમો ભાગ લેશે. છત્તીસગઢ વોરિયર્સ પાસે માર્ટિન ગુપ્ટિલ, સુરેશ રૈના અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ છે જ્યારે દિલ્હી રોયલ્સ પાસે રોસ ટેલર અને શિખર ધવન જેવા સ્ટાર ખેલાડીઓ છે.
હરિયાણા ગ્લેડીયેટર્સે હરભજન સિંહને પણ પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો રાજસ્થાન કિંગ્સની કેપ્ટનશીપ કરશે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન પણ આ લીગનો ભાગ હશે.