ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નેશનલ સ્પોટ્ર્સ બિલ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્ર હેઠળ આવશે

10:53 AM Aug 12, 2025 IST | Bhumika
Advertisement

બિલનો મુખ્ય ઉદ્દેશ તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો

Advertisement

નેશનલ સ્પોર્ટ્સ બિલ અને એન્ટી-ડોપિંગ વિરોધી સુધારા બિલ લોકસભામાં પાસ કરી થઈ ગયું છે. નેશનલ સ્પોર્ટ્સ બિલ હેઠળ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ પણ આવી ગયું છે. યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ બન્ને બિલ 11 ઓગસ્ટ (સોમવાર)ના રોજ લોકસભામાં રજૂ કર્યા. આ બન્ને બિલનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં ભારતને રમતગમત મહસત્તા બનાવવાનો છે.

જો કે, નેશનલ સ્પોર્ટ્સ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. હવે સ્પોર્ટ્સ બિલ પસાર થયા પછી નેશનલ સ્પોર્ટ્સ બિલ (NSB)ની રચના કરવામાં આવશે, જે BCCI સહિત તમામ રમતગમત ફેડરેશન પર નજર રાખશે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028નો ભાગ ક્રિકેટ પણ બનવા જઈ રહ્યું છે.

આ કારણે BCCI ને પણ રાષ્ટ્રીય રમત સંઘ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સ્પોર્ટ્સ બિલ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવા જ અધિકાર હશે. આ ટ્રિબ્યુનલ પસંદગી પ્રક્રિયા અને ચૂંટણીઓ સંબંધિત વિવાદોનું સમાધાન કરશે. તેના નિર્ણયો સામે અપીલ ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય છે.

BCCI માટે રાહતની વાત એ છે કે સ્પોર્ટ્સ બિલ વહીવટકર્તાઓ માટે વય મર્યાદામાં પણ છૂટ આપે છે. 70 થી 75 વર્ષની વયના લોકો જો આંતરરાષ્ટ્રીય સંગઠનની પરવાનગી મેળવે તો રમતગમત સંગઠનની ચૂંટણી લડી શકે છે. આનો અર્થ એ થયો કે વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની તેમના પદ પર ચાલુ રહી શકે છે. રોજર બિન્ની આ વર્ષે 19 જુલાઈના રોજ 70 વર્ષના થયા.

બોર્ડમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે, જેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ બોર્ડને NADAપર દેખરેખ રાખવા અને સૂચનાઓ આપવાનો અધિકાર હશે. WADAએ આ જોગવાઈને સ્વાયત્ત સંસ્થામાં સરકારી હસ્તક્ષેપ તરીકે ગણાવી હતી. સુધારેલા બિલમાં આ બોર્ડને જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ હવે તેને NADAપર દેખરેખ રાખવાનો કે સલાહ આપવાનો અધિકાર રહેશે નહીં. સુધારેલા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગઅઉઅને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરવાનો અધિકાર રહેશે.

 

Tags :
BCCIindiaindia newsLok SabhaNational Sports BillSportssports news
Advertisement
Next Article
Advertisement