For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ

11:06 AM May 31, 2025 IST | Bhumika
મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર 2માં પ્રવેશ  ગુજરાતની સફર પૂર્ણ

રોહિત શર્માની 50 બોલમાં 81 રનની ઈનિંગ, સાંઈ સુદર્શનની 80 રનની પારી કામ ન આવી

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ સાથે મુંબઈની ટીમ બીજા ક્વોલિફાયરમાં પ્રવેશી ગઈ છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સાથે થશે. એલિમિનેટર મેચમાં પહેલા રમતા મુંબઈએ 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ગુજરાત છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ફક્ત 208 રન જ બનાવી શક્યું. આ મેચમાં રોહિત શર્મા અને સાઈ સુદર્શને જોરદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ હવે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગયું છે. મુંબઈની ટીમ 1 જૂને ક્વોલિફાયર-2 મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. આ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 228 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. GT ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે કેપ્ટન શુભમન ગિલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શન અને કુસલ મેન્ડિસે મળીને 64 રન ઉમેર્યા હતા, પરંતુ મેન્ડિસ 20 રન બનાવીને આઉટ થયો હતો.

Advertisement

સાઈ સુદર્શને વોશિંગ્ટન સુંદર સાથે મળીને 84 રનની ઝડપી ભાગીદારી કરી હતી, પરંતુ ગુજરાતની જીત સુનિશ્ચિત કરી શક્યા ન હતા. સુંદરે 24 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી હતી. સુંદરના આઉટ થયા પછી ગુજરાતે નિયમિત અંતરાલમાં વિકેટ ગુમાવી હતી. શેરફાન રધરફોર્ડ 24 રન બનાવીને અને શાહરુખ ખાન 13 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ તેવતિયા સેટ હોવા છતાં માત્ર 16 રન બનાવી શક્યો હતો.
સાઈ સુદર્શને એલિમિનેટર મેચમાં 49 બોલમાં 80 રન બનાવીને ગુજરાતની જીતની આશા જીવંત રાખી. સુદર્શને તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. પરંતુ તેની મજબૂત ઇનિંગ રોહિત શર્માના 81 રનને પાછળ છોડી શકી નહીં. રોહિતે 50 બોલમાં 81 રન બનાવ્યા, જે દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.

રોહિત શર્મા અને જોની બેયરસ્ટોની ઓપનિંગ જોડીએ મુંબઈને ઝડપી શરૂૂઆત અપાવી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. સાઈ કિશોરે આ મેચમાં ડેબ્યૂ કરનાર બેયરસ્ટોને ગેરાલ્ડ કોએત્ઝીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે 22 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતની સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. બંનેએ 34 બોલમાં 59 રન ઉમેર્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે 20 બોલનો સામનો કર્યો અને 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

હારનું કારણ સતત ત્રણ કેચ છૂટવા: કેપ્ટન ગિલ

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક રોમાંચક એલિમિનેટર મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ ગુજરાતને 20 રનથી હરાવ્યું હતું. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મેચમાં થયેલી હાર અંગે મોટો ખુલાસો કર્યો છે. હારના કારણો વિશે વાત કરતા, શુભમનએ કહ્યું કે મેચમાં સતત ત્રણ કેચ છોડવાથી બોલરોને ફિલ્ડિંગમાં મદદ મળતી નથી અને તે બોલરો માટે રમતને પોતાના નિયંત્રણમાં રાખવાનું પણ મુશ્કેલ બનાવે છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે એલિમિનેટર મેચમાં થયેલી હાર પર કહ્યું કે ‘આજે ક્રિકેટની શાનદાર મેચ હતી, અમે વધુ સારી મેચ રમી. આજની મેચમાં, છેલ્લી 3-4 ઓવર અમારા પક્ષમાં નહોતી, પરંતુ તેમ છતાં તે એક શાનદાર મેચ હતી. હારના કારણો વિશે વાત કરતા, ગિલે કહ્યું કે પ3 કેચ છોડ્યા પછી, બોલરો માટે રમતને નિયંત્રણમાં રાખવી સરળ નથી.

ડેબ્યૂમાં કુશલ મેન્ડિસનો ફ્લોપ શો, આસાન કેચ છોડ્યા
ગુજરાત ટાઈટન્સના વિકેટ કીપર બેટ્સમેન કુશલ મેન્ડિસનો IPL ડેબ્યૂ મેચમાં સાવ કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 229 રનના તોતિંગ વિજયી લક્ષ્યાંકનો પીછો કરતી વખથે મેન્ડિસ હિટ વિકેટ આઉટ થઈ ગયો. આ સાથે જ આ સિઝનમાં હિટ વિકેટથી આઉટ થનાર મેન્ડિસ ત્રીજો ખેલાડી બની ગયો છે. ફિલ્ડિંગ કરતી વખતે પણ મેન્ડિસે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા હરીફ ટીમના ધુરંધર બે્ટ્સમેનના એકદમ આસાન કેચ પડતા મૂક્યા હતા. જે બાદ જ્યારે મેન્ડિસ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો, ત્યારે હિટ વિકેટ થઈને પેવેલિયન પરત ફર્યો. ગુજરાત ટાઈટન્સની બેટિંગ વખતે સાતમી ઑવર મિચેલ સેન્ટરના એક બોલને ફટકારવાના ચક્કરમાં મેન્ડિસ પાછળ ખસવા જતાં તેનો પગ સ્ટમ્પને અડી ગયો હતો. આમ મેન્ડિસ હિટ વિકેટ આઉટ થઈ ગયો.

Advertisement
Tags :
Advertisement
Advertisement