ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત

10:48 AM Apr 18, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. આ મેચમાં મુંબઈને અંતિમ રન બનાવવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સની શાનદાર બેટિંગે ટીમને વિજય અપાવ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 162 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 163 રનનો લક્ષ્યાંક 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈની આ જીતમાં વિલ જેક્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન નિર્ણાયક સાબિત થયું હતું. તેણે બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ પણ રમી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 163 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને રેયાન રિકલ્ટને 32 રનની ભાગીદારી કરીને ટીમને સારી શરૂૂઆત અપાવી હતી. રોહિત શર્માએ આ મેચમાં 16 બોલમાં 26 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલા વિલ જેક્સે એક છેડો સાચવી રાખ્યો હતો અને રેયાન રિકલ્ટન સાથે મળીને સ્કોરને ટૂંક સમયમાં 69 રન સુધી પહોંચાડ્યો હતો. રેયાન રિકલ્ટનને હર્ષલ પટેલે 31 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો.

અહીંથી વિલ જેક્સનો સાથ આપવા માટે સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો હતો અને બંને બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરતા હૈદરાબાદના બોલરોને દબાણમાં લાવી દીધા હતા. જેક્સ અને સૂર્યા વચ્ચે માત્ર 29 બોલમાં ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી, જેણે મેચને સંપૂર્ણપણે મુંબઈ ઈન્ડિયન્સની તરફેણમાં કરી દીધી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 15 બોલમાં 26 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે જ સમયે, વિલ જેક્સે પણ 26 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. જેક્સના આઉટ થયા બાદ તિલક વર્માએ 21 રનની અણનમ ઇનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સને વિજયની નજીક પહોંચાડ્યો હતો, જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ 21 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી બોલિંગમાં પેટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

જો આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેઓ મુંબઈના બોલરો સામે મુક્તપણે રન બનાવી શક્યા નહોતા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ તે પછી કોઈ મોટી ભાગીદારી જોવા મળી ન હતી. અભિષેક શર્માએ 28 બોલમાં 40 રન બનાવ્યા હતા જ્યારે ટ્રેવિસ હેડે 29 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને 28 બોલમાં 37 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય બેટ્સમેનો મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ પ્રદર્શનમાં વિલ જેક્સે 2 વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.

આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા હજુ પણ કાયમ છે. વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવનું શાનદાર પ્રદર્શન આ મેચમાં મુંબઈની જીતનું મુખ્ય કારણ રહ્યું હતું.

Tags :
aIPLHyderabadindiaindia newsIPL 2025MumbaiSportssports news
Advertisement
Advertisement