ડ્રેસિંગ રૂમ વિવાદ પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટનપદે ‘મિસ્ટર ફિક્સ ઇટ’નો દાવો
સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂૂમનું વાતાવરણ પણ સારું નથી. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના ઉત્તરાધિકારીને લઈને ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિડની ટેસ્ટ બાદ રોહિત શર્મા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. છેલ્લા અહેવાલો મુજબ આવતીકાલથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રોહિત શર્મા રમશે કે કેમ ? તે વિશે અટકળો થઈ રહી છે. આ ટેસ્ટ સિરિઝ પત્યા પછી તેની રવાનગી નિશ્ર્ચિત માનવમાં આવે છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વચગાળાના કેપ્ટન તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
રિપોર્ટમાં એ ખુલાસો નથી થયો કે આ ખેલાડી કોણ છે, જો કે એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે આ ખેલાડી ટીમનો સિનિયર છે. આ ખેલાડીએ ટીમની વર્તમાન પરિસ્થિતિને સુધારવા માટે પોતાને મિસ્ટર ફિક્સ ઇટ પણ કહ્યું હતું. જો કે, આ વરિષ્ઠ ખેલાડી કે જેઓ સુકાનીપદની ઈચ્છા ધરાવે છે તે પણ માને છે કે અત્યારે કોઈ યુવા ખેલાડી સુકાનીપદ સંભાળવા માટે યોગ્ય નહીં હોય કારણ કે તે ખેલાડીઓએ હજુ લાંબી મજલ કાપવાની છે.
યશસ્વી જયસ્વાલ, નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ કદાચ આવું ન વિચારતા હોય કારણ કે આ ખેલાડીઓ ખૂબ જ યુવાન છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલો અનુભવ નથી. સિનિયર ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત બાકી છે.
બીજી તરફ રોહિત શર્મા કેપ્ટન છે. વિરાટ કોહલી વિશે વાત કરીએ તો... કદાચ તે આ વાત ન કહી શકે કારણ કે કિંગ કોહલી પહેલા જ કેપ્ટન્સી છોડી ચૂક્યો છે. કોહલીએ જ્યારે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે ચાહકો ચોંકી ગયા હતા. તે સમયે ભાગ્યે જ કોઈએ અપેક્ષા રાખી હશે કે તે કેપ્ટનશિપ છોડી દેશે. કોહલી ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે.
હવે કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત સિનિયર ખેલાડીઓમાં બાકી છે. બુમરાહ ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન છે, જ્યારે કેએલ રાહુલ અને ઋષભ પંત આઇપીએલમાં કેપ્ટનશિપનો અનુભવ ધરાવે છે. રવીન્દ્ર જાડેજાએ આઇપીએલની કેટલીક મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે.મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 2 જાન્યુઆરી (ગુરુવારે) પ્રેસ કોન્ફરન્સમાં જે વાતો કહી તે દર્શાવે છે કે ટીમ ઈન્ડિયામાં કંઈક ખોટું છે. ગંભીરે કહ્યું કે ડ્રેસિંગ રૂૂમની ડિબેટ્સને સાર્વજનિક ન કરવી જોઈએ અને તેણે ખેલાડીઓ સાથે ઈમાનદારીથી વાત કરી કારણ કે માત્ર પ્રદર્શન જ તેમને ટીમમાં રાખી શકે છે.
ગૌતમ ગંભીરે કહ્યું, જ્યાં સુધી ડ્રેસિંગ રૂૂમમાં ઈમાનદાર લોકો છે ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. એકમાત્ર વસ્તુ જે તમને ત્યાં રાખે છે તે પ્રદર્શન છે. કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂૂમમાં જ રહેવી જોઈએ. ડ્રેસિંગ રૂૂમમાં કોઈપણ ચર્ચા ડ્રેસિંગ રૂૂમમાં જ રહેવી જોઈએ.
જો જોવામાં આવે તો ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં કેપ્ટનશિપ માટે જસપ્રીત બુમરાહ પ્રથમ પસંદગી બની શકે છે. બુમરાહના નેતૃત્વમાં ભારતે પર્થ ટેસ્ટમાં શાનદાર જીત હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં રોહિતની જગ્યાએ બુમરાહ ચોક્કસપણે નંબર-1 ઉમેદવાર છે. જો કે કેએલ રાહુલ અને ઋષભ પંત ઉપ-કપ્તાની માટે દાવેદાર બની શકે છે.