For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ, તે ટીમમાં હોવો જોઇએ: ગાવસ્કર

10:36 AM Nov 12, 2025 IST | admin
મોહમ્મદ શમી સંપૂર્ણ રીતે ફીટ  તે ટીમમાં હોવો જોઇએ  ગાવસ્કર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવગાંગુલીએ કહ્યું હતું કે તેઓ મોહમ્મદ શમીને ફરીથી ભારતીય ટીમના તમામ ફોર્મેટમાંરમતા જોવા માંગે છે. ગાંગુલીનું માનવું છે કે શમી સંપૂર્ણપણે ફિટ છે અને સારી બોલિંગ કરી રહ્યો છે. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ હાલમાં 35 વર્ષીય ફાસ્ટ બોલરથી આગળ વધી રહી હોય તેવું લાગે છે. દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ શ્રેણી માટે શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તે છેલ્લે માર્ચમાંચેમ્પિયન્સટ્રોફીમાંરમ્યો હતો.

Advertisement

ગાંગુલીએ કહ્યું હતું કે, શમી શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે ફિટ છે અને અમે તેને બંગાળ માટે એકલા હાથે ત્રણ રણજી ટ્રોફી મેચ જીતતા જોયો છે. શમીએ આ સીઝનમાં ત્રણ મેચમાં 91 ઓવરમાં 15 વિકેટ લીધી છે. જોકે, તે ત્રિપુરા સામે વિકેટ મળી નહોતી. 2023 વર્લ્ડ કપ પછી શમીએ પગની ઘૂંટીની સર્જરી કરાવી હતી પરંતુ પાછા ફર્યા પછી તેણે પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે.

ગાંગુલીએ કહ્યું હતું કે, મને ખાતરી છે કે પસંદગીકારો તેના પર નજર રાખી રહ્યા છે અને તેમની વચ્ચે વાતચીત ચાલુ છે. ફિટનેસ અને કૌશલ્યની વાત આવે ત્યારે શમીએ જ જૂનો શમી છે. મને નથી લાગતું કે તેણે ત્રણેય ફોર્મેટ - ટેસ્ટ, વનડે અને ટી20 માં ભારત માટે ન રમવું જોઈએ તેનું કોઈ કારણ છે. હાલમાં ભારત પાસે પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશ દીપ જેવા યુવા ફાસ્ટ બોલર છે. પરંતુ ગાંગુલી માને છે કે શમી જેવા અનુભવી બોલરનો અનુભવ કોઈપણ ફોર્મેટમાં અમૂલ્ય રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement