મોહમ્મદ સિરાઝ ઓગસ્ટ માસનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓને હંફાવનારા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આઈસીસીએ મોટું ઇનામ આપ્યું છે. તેને સોમવારે ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે આઈસીસીના ઓગસ્ટ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કાર માટે નોમિનેટ કર્યો છે. ગયા મહિને શુભમન ગિલે આ એવોર્ડ જીત્યો હતો. સિરાજ સાથે ન્યૂઝીલેન્ડના મફેટ હેનરી અને વેસ્ટઇન્ડીઝના જેડન સીલ્સ પણ આ લિસ્ટમાં સામેલ છે.
મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની સિરીઝ માટે તમામ મેચો રમી અને 23 વિકેટ લીધી હતી. જૂનના અંતમાં શરુ થયેલી આ સિરીઝ ઓગસ્ટની શરુઆતમાં ખતમ થઈ હતી. સિરાજે પાંચ ટેસ્ટમાં 185.3 ઓવર નાખી અને પોતાની સ્પીડ ધીમી કર્યા વિના યુવાન અને ઓછી અનુભવી ભારતીય ટીમને 2-2થી ડ્રો કરવામાં મદદ કરી. આઈસીસીએ પોતાની વેબસાઇટ પર કહ્યું કે, મોહમ્મદ સિરાજે ઓગસ્ટમાં ખાલી એક મેચ રમી, પણ મેચમાં તેની શાનદાર બોલિંગે તેને નોમિનેશન અપાવવા માટે પૂરતી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ધ ઓવલમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝની છેલ્લી ટેસ્ટમાં આ ભારતીય ફાસ્ટ બોલરે 21.11ની સરેરાશ નવ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.