મોહમ્મદ સિરાજ એક દી’માં વિલનમાંથી હીરો: પડતાને પાટુ મારવાની, ઉગતા સૂરજને પૂજવાની માનસિકતા
ઓવલમાં રમાયેલી ઈગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ટેસ્ટ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ ચાહકોનો દિવસ સુધારી દીધો. આ જીત સાથે ભારતે ટેસ્ટ સીરિઝ તો 2-2થી સરભર કરી જ પણ છેલ્લાં છ વર્ષથી ઈંગ્લેન્ડ સામે સીરિઝ નહીં હારવાનો રેકોર્ડ પણ અખંડ રાખ્યો. બાકી આગલા દિવસે જો રૂૂટ અને હેરી બ્રુકે આપણા બોલરોનાં છોતરાં ફાડી નાંખતી બેટિંગ કરી પછી ભારતના મોંમાંથી જીતનો કોળિયો છિનવાઈ ગયેલો લાગતો હતો. સદનસીબે ચોથા દિવસે છેલ્લે છેલ્લે આપણા બોલરોએ જો રૂૂટ અને હેરી બ્રુક બંનેને આઉટ કરીને જીતની શક્યતા ઊભી કરેલી પણ છતાં પક્ષુ ઇંગ્લેન્ડ તરફ નમેલું હતું કેમ કે ઈગ્લેન્ડે 35 રન જ કરવાના હતા ને તેની 4 વિકેટો બાકી હતી.
છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શરૂૂઆત ધમાકેદાર કરી પણ પછી મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ ક્રિષ્ણાએ સપાટો બોલાવીને ઈગ્લેન્ડના બેટ્સમેનને વારાફરત રવાના કરીને 35 રન પણ ન કરવા દીધા. આ જીત પછી મોહમ્મદ સિરાજ ચોતરફ છવાયેલો છે કેમ કે ઈગ્લેન્ડની બીજી ઈનિંગમાં પાંચ વિકેટો લઈને સિરાજે મેઈન ડિસ્ટ્રોયરનું કામ કર્યું છે. સિરાજની વાહવાહી યોગ્ય છે કેમ કે જીતનો અસલી હીરો મોહમ્મદ સિરાજ છે પણ પ્રસિધ્ધ ક્રિષ્ણા પણ યશનો સિરાજ જેટલો જ હકદાર છે. સિરાજે પહેલી ઈનિંગમાં 4 ને બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને કુલ 9 વિકેટો લીધી જ્યારે પ્રસિધ્ધ ક્રિષ્ણાએ બંને ઈનિંગમાં 4-4 મળીને 8 વિકેટ લીધી છે. સિરાજ છવાઈ ગયો કેમ કે છેલ્લા દિવસે પડેલી 4 વિકેટમાંથી 3 વિકેટ સિરાજે લીધી અને 7 જ રન બાકી હતા ત્યારે ડેન્જરસ બની ગયેલા ગસ એટક્ધિસની દાંડી ઉડાવીને ભારતને જીત અપાવી દીધી પણ એ પહેલાં જીતનો તખ્તો સિરાજ ને ક્રિષ્ણા બંનેએ સાથી મળીને તૈયાર કરેલો. ભારતની જીતમાં સૌથી મોટો અવરોધ એવા જો રૂૂટને આગલા દિવસે ક્રિષ્ણાએ જ આઉટ કરેલો તેથી ક્રિષ્ણા પણ સિરાજ જેટલો જ હકદાર છે.
ભારતની જીત પછી એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે, ભારત કા અબ્દુલ સિર્ફ પંક્ચર હી નહીં -બનાતા લેકિન ઈગ્લેન્ડ મેં ભારત કો જીતાતા ભી હૈ. સિરાજે -આગલા દિવસે હેરી બ્રુકનો કેચ પકડયો પણ તેનો પગ બાઉન્ડ્રીને ? અડકી ગયો ને પછી બ્રુકે આપણી પથારી ફેરવી નાખતી તોફાની -બેટિંગ કરી. તેના કારણે સિરાજના માથે જોરદાર માછલાં ધોવાયેલાં. ભારત મેચ હારી જ ગયું હોય એ રીતે સિરાજને વિલન ચિતરી દેવાયેલો. સિરાજ વિરોધી કોમેન્ટ્સમાં કેટલીક કોમેન્ટ્સ સિરાજ -મુસ્લિમ હોવા અંગે પણ થયેલી. આ વિકૃત માનસિકતા કહેવાય ને સિરાજે ભારતને જીતાડીને તેનો કદી ના ભૂલાય એવો જવાબ -આપી દીધો છે. આશા રાખીએ કે, મુસ્લિમોની દેશભક્તિ સામે શંકા કરનારા કંઈક શીખશે ને ભવિષ્યમાં વિકૃત -માનસિક્તાનું પ્રદર્શન નહીં કરે.