પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં મનુ ભાકર અને શ્રીજેશ તિરંગા સાથે છવાયા
ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા
મનુ ભાકર અને પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પરેડ ઓફ નેશન્સમાં ભારતીય ધ્વજ સાથે પહોંચ્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહની શાનદાર શરૂૂઆત બાદ તમામ ટીમો પોતપોતાના ધ્વજ સાથે સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. તેઓએ પોતપોતાની જગ્યાઓ લીધી છે. ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024ના સમાપન સમારોહ પહેલા એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઈંઘઈ પ્રમુખ થોમસ બાચ મળ્યા.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો, 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો છઠ્ઠો અને છેલ્લો મેડલ કુસ્તીમાં આવ્યો હતો. કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ છે.
જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં તેની સિઝનની શ્રેષ્ઠ 89.45 મીટર ભાલા ફેંકી હતી. પરંતુ તે પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમને પાછળ છોડી શક્યો નહીં.
રમતગમતના મહાકુંભ, પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે તેની પેરિસ ઓલિમ્પિકની સફર 6 મેડલ સાથે પૂર્ણ કરી. ભારતે એક સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.