હૈદરાબાદને ઘરમાં ઘુસી કરારી હાર આપી લખનઉ સુપર જાયન્ટ્સે
નિકોલસ પૂરને 26 બોલમાં 70 અને મિચેલ માર્શે 31 બોલમાં 52 રન ફટકાર્યા, શાર્દૂલ ઠાકુરે ઝડપી 4 વિકેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 7 મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારી લીધી છે. LSGA એ SRHને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવી આઈપીએલની આ સિઝનમાં પહેલી જીત મેળવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 191 રનો ટાર્ગેટ સેટ કર્યો હતો જેના જવાબમાં લખનઉ સુપર જાયટ્સની તોફાની બેટિંગ સામે હૈરાબાદના બોલર્સે જાણે સરેન્ડર કરી દીધુ હતુ. LSGએ 16.1 ઓવરમાં જ 5 વિકેટે જીત મેળવી લીધી હતી.
મેચમાં નિકોલસ પૂરને 18 અને મિચેલ માર્શે 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તે સિવાય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ જીતના હીરો રહ્યાં હતા. તેણે હૈદરાબાદ સામે ચાર વિકેટ લીધી હતી. લખનઉ માટે પૂરને 26 બોલમાં 70 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.
જ્યારે મિચેલ માર્શે 31 બોલમાં 52 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. છેલ્લા ઋષભ પંતે 15 અને અબ્દુલ સમદે અણનમ 22 રન બનાવ્યાં હતા. હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ શમી, એડમ જામ્પા અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી.
મેચમાં હૈદરાબાદની ટીમે 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડે 28 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અનિકેત વર્માએ 36, નીતિશ રેડ્ડીએ 32 અને હેનરિક ક્લાસેને 26 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે આવેશ ખાન, દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ અને પ્રિન્સ યાદવને 1-1 સફળતા મળી હતી.
પૂરને 18 બોલમાં ફિફ્ટી ફટકારી ટ્રેવિસ હેડનો રેકોર્ડ તોડયો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલએસજીના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. નિકોલસ પૂરને તો ટ્રેવિસ હેડના સામે જ તેનો રેકોર્ડ ધરાશાયી કરી નાખ્યો હતો. નિકોલસ પૂરને મેચમાં એલએસજી સામે માત્ર 18 બોલ પર પોતાની અડધી સદી ફટકારી હતી. તે ટ્રેવિસ હેડની આગળ નીકળી ગયો છે. આઈપીએલ ઇતિહાસમાં 20 બોલની અંદર સૌથી વધુ વાર અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ટ્રેવિસ હેડનો હતો. તેણે આ કામ ત્રણ વાર કરી બતાવ્યું હતું. પરંતુ હવે નિકોલસ પૂરને ચાર વાર 20 બોલની અંદર અડધી સદી પૂરી કરી છે. જ્યારે ફ્રેજર મેકગર્કે પણ ત્રણ વાર 20 બોલની અંદર આઈપીએલમાં અડધી સદી ફટકારવાનું કામ કર્યું છે. નિકોલસ પૂરને શરૂૂઆતથી જ આક્રમક બેટિંગ શરૂૂ કરી દીધી હતી. તેણે પહેલા 18 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને આઉટ થતા પહેલા 26 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા.