For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય

10:42 AM May 20, 2025 IST | Bhumika
lsg પ્લેઓફની રેસમાંથી બહાર  હૈદરાબાદનો વિજય

અભિષેક શર્માએ ચોથી વખત 20 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરણની બરાબરી કરી

Advertisement

IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની રોમાંચક મેચમાં લખનૌને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. SRHના અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ લખનૌના મિશેલ માર્શ અને નિકોલસ પૂરણની વિસ્ફોટક ઇનિંગ્સ પર ભારે પડી.

એકાના સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025 ની મહત્વની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવીને તેમના પ્લેઓફમાં પહોંચવાના સપનાને તોડી નાખ્યા. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ હૈદરાબાદે આ લક્ષ્ય 19મી ઓવરમાં જ 6 વિકેટ બાકી રાખીને હાંસલ કરી લીધું.

Advertisement

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મિશેલ માર્શ (65 રન) અને નિકોલસ પૂરણ (45 રન) એ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમને 200નો આંકડો પાર કરાવ્યો હતો. જોકે, તેમનો આ પ્રયાસ SRHના અભિષેક શર્માની બેટિંગ સામે ઝાંખો પડ્યો હતો.

206 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂૂઆત સારી નહોતી, ઓપનર અથર્વ તાવડે માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશન વચ્ચે 82 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. ઈશાન 35 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 59 રનની શાનદાર અને આક્રમક અડધી સદી ફટકારીને મેચનો મોમેન્ટમ બદલી નાખ્યો. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. SRHએ પ્રથમ 7 ઓવરમાં જ 98 રન બનાવી લીધા હતા, જે તેમની વિસ્ફોટક શરૂૂઆત દર્શાવે છે. 10 ઓવરમાં બે વિકેટે 120 રન બનાવ્યા બાદ, તેમને છેલ્લા 60 બોલમાં 86 રનની જરૂૂર હતી, જે તેમણે સરળતાથી હાંસલ કરી લીધું.

અભિષેક શર્માએ આ ઇનિંગ દરમિયાન પોતાના IPL કરિયરમાં ચોથી વખત 20 બોલથી ઓછા સમયમાં અડધી સદી પૂરી કરી છે. આ સાથે તેણે નિકોલસ પૂરણની બરાબરી કરી લીધી છે, જેણે પણ IPL માં ચાર વખત 20થી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારી છે. અભિષેકની IPL માં સૌથી ઝડપી ફિફ્ટી (16 બોલ) 2024 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે આવી હતી.

આ હાર સાથે લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2025 પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement