For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોડ્ર્ઝ ટેસ્ટ રોમાંચક બની, ભારતને જીતવા માટે 135 રનની જરૂર

10:55 AM Jul 14, 2025 IST | Bhumika
લોડ્ર્ઝ ટેસ્ટ રોમાંચક બની  ભારતને જીતવા માટે 135 રનની જરૂર

ઈંગ્લેન્ડના 192 રનના જવાબમાં ભારતના 4 વિકેટના ભોગે 58 રન, લોકેશ રાહુલ 33 રન સાથે મેદાનમાં

Advertisement

ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતાં પ્રવાસી ભારતીય ટીમ અહીં રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં વિજયની નજીક પહોંચી ગઈ હતી. જોકે તેણે બીજા દાવમાં મહત્વની વિકેટો ગુમાવી દેતાં મેચ રોમાંચક તબક્કામાં આવી ગઈ હતી. રવિવારે ચોથા દિવસે ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં માત્ર 192 રન કરી શક્યું હતું. આમ ભારતને જીતવા માટે 193 રનન ટારગેટ મળ્યો હતો.

રવિવારની રમતના અંત સુધીમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 58 રન કરી લીધા હતા. આમ તેને હજી 135 રનની જરૂૂર છે અને જ્યારે ઇંગ્લેન્ડને છ વિકેટની જરૂૂર છે. રવિવારની રમતને અંતે લોકેશ રાહુલ 33 રન સાથે રમતમાં હતો. ભારતે ઓપનર જયસ્વાલ, કરુણ નાયર, કેપ્ટન શુભમન ગિલ અને નાઇટ વોચમેન આકાશદીપની વિકેટ ગુમાવી હતી.

Advertisement

અહીંના ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાતી મેચમાં ચોથો દિવસ ભારતીય બોલર્સના નામે રહ્યો હતો. ઇંગ્લેન્ડે વિના વિકેટે બે રનના સ્કોરથી ઇનિંગ્સ આગળ ધપાવી ત્યારે તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રખાતી હતી પરંતુ ભારતીય બોલર્સ સામે ગૃહટીમના બેટર્સ શરણે થઈ ગયા હતા. ખાસ કરીને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે વેધક બોલિંગ કરી હતી.

ઇંગ્લેન્ડના બીજા દાવમાં જો રૂૂટ અને કેપ્ટન બેન સ્ટોક્સે લડાયક બેટિંગ કરી હતી. રૂૂટે 96 બોલમાં માત્ર એક ચોગ્ગા સાથે અડિખમ બેટિંગનું પ્રદર્શન કરીને 40 રન ફટકાર્યા હતા તો સ્ટોક્સે 96 બોલમાં 33 અને હેરી બ્રુકે 23 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડના પૂંછડિયા ખેલાડીઓનો ધબડકો થયો હતો. જોકે તે અગાઉ વોશિંગ્ટન સુંદરે રૂૂટ, સ્ટોક્સ અને જેમી સ્મિથ એમ ત્રણ અત્યંત મહત્વની વિકેટો ખેરવી દેતાં ઇંગ્લેન્ડ બેકફુટ પર આવી ગયું હતું. સુંદરને સામે છેડેથી જસપ્રિત બુમરાહ સહિતના બોલર્સનો મજબૂત સહકાર સાંપડ્યો હતો. સુંદરે 12.1 ઓવરમાં માત્ર 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો બુમરાહ હંમેશની માફક અસરકારક રહ્યો હતો. તેણે અને મોહમ્મદ સિરાઝે બે બે વિકેટ લીધી હતી.

વર્તમાન સિરીઝમાં બંને ટીમે પ્રથમ બે ટેસ્ટમાંથી એક એક મેચ જીતી હોવાથી સ્કોર 1-1થી સરભર છે ત્યારે સોમવારે આ મેચ જીતનારી ટીમ પાંચ ટેસ્ટની સિરીઝમાં 2-1ની સરસાઈ હાંસલ કરી શકે તેમ છે. આ મેચમાં ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 387 રન નોંધાવ્યા હતા જેની સામે ભારતીય ટીમે પણ 387 રન જ કર્યા હતા. આમ બેમાંથી એકેય ટીમને સરસાઈ મળી શકી ન હતી. જોકે લોર્ડ્ઝની પિચ વિકટ બની રહી છે ત્યારે સોમવારની મેચ રોમાંચક બની શકે તેવી અપેક્ષા છે.

લોર્ડ્ઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 12 ખેલાડી બોલ્ડ થયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ગઇકાલે ઇંગ્લેન્ડના ખેલાડીઓ ઉપરા ઉપરી બોલ્ડ થતાં હતા. આ મેચમાં બંને દાવમાં મળીને ઇંગ્લેન્ડના 12 બેટ્સમેન બોલ્ડ થયા હતા. ભારત સામે અગાઉ કોઈ ટીમના આટલા ખેલાડી બોલ્ડ થયા ન હતા. અગાઉ 2023-24માં હૈદરાબાદ ખાતે ઇંગ્લેન્ડના જ 10 ખેલાડી બોલ્ડ થયા હતા. જોકે ભારતે અગાઉ આમ કરેલું છે. 1952માં આ જ લોર્ડ્ઝના મેદાન પર રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની બંને ઇનિંગ્સમાં મળીને ભારતના 12 ખેલાડી બોલ્ડ થયા હતા. આ અંગેનો વર્લ્ડ રેકોર્ડ સાઉથ આફ્રિકાનો છે જ્યારે 1889માં કેપટાઉન ખાતેની ટેસ્ટમાં તેના 15 બેટ્સમેન બોલ્ડ થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement