For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું અકસ્માતે નિધન

11:02 AM Jul 04, 2025 IST | Bhumika
લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું અકસ્માતે નિધન

10 દિવસ પહેલાં જ લગ્ન કર્યા હતા

Advertisement

ફૂટબોલ જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાનું 28 વર્ષની વયે અવસાન થયું છે. આ દુર્ઘટના સ્પેનના ઝમોરામાં બની હતી, જ્યાં તેમની કાર અકસ્માતનો શિકાર બની. તેમના ભાઈ આન્દ્રે સિલ્વા પણ તેમની સાથે કારમાં હાજર હતા.

મહત્વની વાત એ છે કે ડિઓગો જોટાએ માત્ર 10 દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા. 2016માં તેઓ એટ્લેટિકો મેડ્રિડ ક્લબ સાથે જોડાયા હતા. તેમણે લિવરપૂલની પ્રીમિયર લીગ 2024-25ની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે, જોટા પોર્ટુગલની ટીમનો ભાગ હતા, જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ રમે છે. ડિઓગો 2019 અને 2025ની ઞઊઋઅ નેશન્સ લીગમાં પણ સામેલ રહ્યા હતા. તેમની અકાળે થયેલી મૃત્યુથી રમતગમત જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement