જાપાનના યુશી તનાકાને હરાવીને લક્ષ્ય સેને જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ
32 લાખ રૂપિયા અને સુપર-500નો ખિતાબ મેળવ્યો
ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની ફાઈનલમાં ભારતીય શટલર લક્ષ્ય સેને જાપાનના યુશી તનાકાને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે. આ તેનો ત્રીજો સુપર 500 ખિતાબ છે. 2025માં તેની આ મોટી જીત પણ છે.
ભારતીય શટલર લક્ષ્ય સેને વર્ષ 2025માં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. સિડનીના સ્ટેટ સ્પોર્ટસ સેન્ટરમાં રમાયેલી બીડબલ્યુએફ સુપર 500 ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં લક્ષ્યે જાપાનના યુશી તનાકાને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઈનલ મેચમાં લક્ષ્ય સેને જાપાનના યુશી તનાકાને આ મેચમાં સંપુર્ણ ફ્લોપ સાબિત કર્યો હતો. લક્ષ્ય સેને પહેલો સેટ 21-15થી પોતાને નામ કર્યો હતો. બીજી ગેમમાં 21-11થી લક્ષ્ય સેને, સેટ અને મેચ પોતાને નામ કરી હતી. આ સાથે તેમણે ખિતાબ જીત્યો હતો.
લક્ષ્ય સેનને સેમિફાઈનલમાં જીત મેળવવા માટે 80 મિનિટથી વધારેનો સમય લાગ્યો હતો પરંતુ ફાઈનલમાં તેમણે માત્ર 38 મિનિટમાં જીત મેળવી હતી. તેમણે સેમિફાઈનલમાં ચીની તાઈપના વર્લ્ડ નંબરના 6 ચોઉ તિએન ચેનને ત્રીજી ગેમમાં હરાવ્યું હતુ. શરુઆતની ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી.
લક્ષ્ય સેને 2017માં કિદાંબી શ્રીકાંત બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબ જીતનાર માત્ર બીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે. આ ઐતિહાસિક જીત બાદ તેને પ્રાઈઝ મની તરીકે અંદાજે 32 લાખ રુપિયા અને ત્રીજું સુપર 500નો ખિતાબ જીત્યો છે. આ પહેલા તેમણે 2022મા ઈન્ડિયન ઓપન અને આગામી વર્ષે કેનેડા ઓપનનો ખિતાબ જીત્યો હતો.