KKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે
આ IPL મેચનું શેડ્યૂલ બદલાયું છે:હવે 8 એપ્રિલે KKR અને LSG એકબીજા સામે ટકરાશે આ મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. CAB અધિકારીઓએ મેચને મંગળવાર (8 એપ્રિલ) સુધી ખસેડવાનું સૂચન કર્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી છે. હવે 6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. IPL એ સ્પષ્ટતા કરી છે કે હવે 6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે, જ્યારે 8 એપ્રિલ, મંગળવારના રોજ બે મેચ રમાશે. 6 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે, જે સાંજે 7:30 વાગ્યે શરૂૂ થશે. બીજી મેચ સાંજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢ ખાતે રમાશે.આ સમયપત્રક IPLના પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ રહેશે. તે જ સમયે, IPL 2025 ની પહેલી મેચમાં, KKRને RCB સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સનસનાટીભર્યા વિજય નોંધાવ્યા બાદ તેઓ ફરીથી ફોર્મમાં આવી ગયા છે.