For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

23 જૂને IOCના પ્રમુખ પદે કર્સ્ટી કોવેન્ટ્રી પદ સંભાળશે

10:58 AM Jun 12, 2025 IST | Bhumika
23 જૂને iocના પ્રમુખ પદે કર્સ્ટી કોવેન્ટ્રી પદ સંભાળશે

આ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા બનશે

Advertisement

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ના વિદાયમાન પ્રમુખ થોમસ બાક 23 જૂને એક ખાસ સમારોહ દરમિયાન સત્તાવાર રીતે કર્સ્ટી કોવેન્ટ્રીને પ્રમુખપદની જવાબદારી સોંપશે. આ ટ્રાન્સફર સમારોહ આઇઓસી મુખ્યાલય ઓલિમ્પિક હાઉસ ખાતે સવારે 11 થી 12:15 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ બપોરે 2:30 થી 3:45વાગ્યા સુધી) યોજાશે. 2013માં બ્યુનોસ એરેસમાં આયોજિત 125મા આઈઓસી સત્રમાં ચૂંટણી જીતીને થોમસ બાકે નવમા પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

આઠ વર્ષનો તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, તેઓ માર્ચ 2021માં કોઈપણ વિરોધ વિના ફરીથી ચૂંટાયા અને તેમનો બીજો ચાર વર્ષનો કાર્યકાળ શરૂૂ કર્યો. માર્ચ 2025 માં ગ્રીસમાં યોજાયેલા 144મા આઇઓસી સત્ર દરમિયાન તેમને આઇઓસીના આજીવન માનદ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ આ ઐતિહાસિક જવાબદારી સંભાળનાર પ્રથમ આફ્રિકન અને પ્રથમ મહિલા પ્રમુખ હશે. આ સમારોહનું આઇઓસી મીડિયાની યુ ટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે, જે વિશ્વભરના દર્શકો જોઈ શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement