For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારથી ખો-ખો વર્લ્ડ કપનો પ્રારંભ, 23 દેશોની 39 ટીમ જોડાશે

10:58 AM Jan 10, 2025 IST | Bhumika
સોમવારથી ખો ખો વર્લ્ડ કપનો પ્રારંભ  23 દેશોની 39 ટીમ જોડાશે

ભારતીય પુરુષ ટીમનું તેતૃત્વ પ્રતિક વાયકર અને મહિલા ટીમનું પ્રિયંકા ઇંગ્લે કરશે

Advertisement

ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI)અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન (IKKF) એ ભારતીય પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં 23 દેશોની 20 પુરુષ અને 19 મહિલા ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ આગામી તા.13થી 19 દરમ્યાન નવી દિલ્હીના ઇન્દિરાગાંધી સ્ટેડિયમમાં યોજાશે.

ભારતીય પુરુષ ટીમનું નેતૃત્વ પ્રતીક વાયકર કરશે, જેમણે 2016 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેઓ તેલુગુ વોરિયર્સ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રે 56મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જયારે મહિલા ટીમની કેપ્ટનશીપ પ્રિયંકા ઇંગ્લેને સોંપવામાં આવી છે. પ્રિયંકાએ 15 વર્ષમાં 23 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઇલા એવોર્ડ, રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ અને ચોથી એશિયન ખો-ખો ચેમ્પિયનશિપ 2022-23માં ગોલ્ડ મેડલ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે. ખેલાડીઓની પસંદગી KKFIના પ્રમુખ સુધાંશુ મિત્તલ અને જનરલ સેક્રેટરી એમએસ ત્યાગીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તાલીમ શિબિરમાં 60 પુરુષ અને 60 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Advertisement

પુરુષોની ટીમ
મુખ્ય ખેલાડીઓ: પ્રતિક વાયકર (કેપ્ટન), પ્રભાણી સાબર, મેહુલ, સચિન ભાર્ગો, સુયશ ગાર્ગેટ, રામજી કશ્યપ, શિવા પોથીર રેડ્ડી, આદિત્ય ગણપુલે, ગૌતમ એમકે, નિખિલ બી, આકાશ કુમાર, સુબ્રમણ્ય વી., સુમન બર્મન, અનિકેત પોટે, એસ. રોકેસન સિંહ સ્ટેન્ડબાય: અક્ષય બાંગરે, રાજવર્ધન શંકર પાટિલ, વિશ્વનાથ જાનકીરામ.

મહિલા ટીમ
મુખ્ય ખેલાડીઓ: પ્રિયંકા ઇંગ્લે (કેપ્ટન), અશ્વિની શિંદે, રેશ્મા રાઠોડ, ભિલ્લર દેવજીભાઈ, નિર્મલા ભાટી, નીતા દેવી, ચૈત્રા આર., શુભશ્રી સિંહ, મગાઈ માઝી, અંશુ કુમારી, વૈષ્ણવી બજરંગ, નસરીન શેખ, મીનુ, મોનિકા, નાઝિયા બીબી સ્ટેન્ડબાય: સંપદા મોરે, રિતિકા સિલોરિયા, પ્રિયંકા ભોપી.

Advertisement
Tags :
Advertisement
Advertisement