ભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકાર
રાજકોટની વિકેટ એકદમ સરળ, અમે શ્રેણી જીતીશું : કેપ્ટન સ્મૃતિ મંધાના
રાજકોટમાં જીત સાથે અમે શરૂઆત કરીશું : કેપ્ટન ગેબી લેવિસ
ભારતીય ટીમના સુકાની સ્મૃતિ મંધાનાએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં ટી ટ્વેન્ટી તેમજ વનડે શ્રેણીમાં ભારતે શાનદાર દેખાવ કરી અને જીત મેળવી છે. એટલે ટીમનો ટેમ્પો અને મોરલ બંને બહુ હાઈ છે અને અમે આ શ્રેણી જીતવા માટે પૂરા પ્રયત્ન કરીશું .
જ્યારે સ્મૃતિ મંધાનાને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં હરમન પ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંઘ ની ગેરહાજરી છે તેનાથી શું અસર થશે ત્યારે તેમને જણાવ્યું હતું કે ટીમ અત્યારે એકદમ બેલેન્સ છે આ બંને ખેલાડીઓ બહુ મહાન ખેલાડીઓ છે અને તેમની ગેરહાજરી હંમેશા નોંધનીય હોય છે પરંતુ એક ઓપોર્ચ્યુનિટી પણ નવા ખેલાડીઓ માટે બનતી હોય છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે પણ શાનદાર દેખાવ કર્યા બાદ આ શ્રેણી માટે વ્યક્તિગત રીતે તમે કઈ રીતે લો છો એવા જ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિકેટ બહુ સરસ છે અત્યારે તો બેટિંગ વિકેટ લાગે છે અમે આવતીકાલે મેચના દિવસે વિકેટ જોઈ અને નિર્ણય કરીશું પરંતુ જ્યાં સુધી મારો વ્યક્તિગત સવાલ છે ત્યાં સુધી શ્રેણીમાં રન કરવાનો મોકો મળ્યો અને હું અત્યારે ફોર્મમાં છું અને મને આશા છે કે આ ત્રણ મેચની શ્રેણીમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરિશ.
રાજકોટની વિકેટ એકદમ સરળ લાગે છે અત્યારે આ ફીલ પણ બહુ સારું છે અને વેધર પણ બહુ ખુશનમાં છે ત્યારે એક આઇડિયલ પ્લેટફોર્મ છે પરંતુ આયર્લેન્ડની સામે અમે ચેમ્પિયન્સ ટ્રોફી કે વર્લ્ડ કપ હોય છે આ પહેલી વખત છે કે અમે શ્રેણીની રમવા જઈ રહ્યા છે ત્યારે અમને આશા છે કે આ શ્રેણીમાં અને શ્રેષ્ઠ દેખાવ કરીશું. અમે ઘણી એક્સરસાઇઝ કરી છે લોટ ઓફ કેચિંગ પણ અમે લીધા છે અને અમને આશા છે કે અમે ભારતની તમામ ખેલાડીઓ ચુસ્ત રહીને એક શ્રેષ્ઠ ફિલ્ડિંગ સાઈડ પણ બનવા માટે અમે તત્પર છીએ.
આયર્લેન્ડની કપ્તાન ગેબી લેવિસે જણાવ્યું હતું કે, અમે ભારતીય ટીમ સામે ત્રણ મેચની શ્રેણી રમવા ભારત આવ્યા છીએ અને અમારા માટે એક બહુ મોટી તક છે કારણ કે જ્યાં સુધી ભારત અને આયર્લેન્ડ ટીમમાં આઈસીસીની ઇવેન્ટ કે ટ્રોફી માટે રમ્યા છે પરંતુ બંને દેશો વચ્ચે શ્રેણીમાં પહેલી વખત રમી રહ્યું છે .ત્યારે સ્વાભાવિક રીતે અમારા માટે ટીમના તમામ ખેલાડીઓ માટે પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે.
ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 12 જેટલા મેચ રમાયા છે પરંતુ આર્યલેન્ડ ની ટીમ ભારત સામે એક પણ મેચ જીતી નથી તો શું રાજકોટ થી શરૂૂઆત કરશો તેવા એક સવાલમાં જગ્યા વિશે જણાવ્યું હતું કે અમે પણ આશા રાખીએ કે શ્રેણીમાં અમે જીત મેળવી અને શરૂૂઆત અહીં રાજકોટથી કરીએ.
જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત અને આયર્લેન્ડ વચ્ચે 75 વર્ષના સંબંધો છે અને 2024 નું વર્ષ ભારત અને આર્યલેન્ડના સંબંધોને લઈને ઉજવવામાં પણ આવ્યું હતું તે સંદર્ભે આ શ્રેણી હવે અહીંયા રમાઈ રહી છે તે વિશે તમે શું માનો છો ત્યારે તેમને જણાવ્યું હતું કે અમારા માટે બહુ મોટી તક છે કે એક શ્રેણી બંને દેશો વચ્ચે રમાતી હોય છે તેમાં અમે સામેલ થયા છીએ અને અહીં અમે શાનદાર દેખાવ કરવા આશાવાદી છીએ.
ભારતીય ટીમના સુકાની સ્મૃતિ મંધાના ફૂલ ફોર્મમાં રમી રહ્યા છે ત્યારે તેમને જલ્દી આઉટ કરવા માટે કોઈ સ્ટ્રેટેજીવિચારવામાં આવી છે ત્યારે તેમને હસતા કહ્યું કે એ તો અમારું સિક્રેટ છે પરંતુ ચોક્કસપણે સ્મૃતિ મંધાના ને અમારે જલ્દી આવ કરવી પડશે અને એમની વિકેટ અમારા માટે બહુ મહત્વની વિકેટ છે.