ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં કરૂણ નાયર થયા ઈજાગ્રસ્ત
પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશની સંભાવના
ભારત આજે લીડ્સના હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા જોરદાર તૈયારી કરી રહી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે અને એવું માનવામાં આવે છે કે તેને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે.
કરુણ નાયરને 2017 પછી ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો ફાસ્ટ બોલ કરુણને પાંસળી પર વાગ્યો હતો. 33 વર્ષીય ખેલાડી આ ઈજાથી અસ્વસ્થ દેખાતો હતો. જોકે, તેણે ટૂંક સમયમાં બેટિંગ ફરી શરૂૂ કરી હતી. તેના બેટિંગ સેશન પછી, તેણે સપોર્ટ સ્ટાફ અને ટીમના સભ્યોને જ્યાં બોલ વાગ્યો હતો તે બતાવ્યો હતો.
થોડી ઈજા છતાં નેટમાં નાયરના પ્રદર્શને ચિંતા વધારી. શરૂૂઆતમાં તે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની બહાર બોલ સામે તે ખચકાટ અનુભવતો હતો. સ્પિન સામે પણ તેની મુશ્કેલીઓ ચાલુ રહી. રવિન્દ્ર જાડેજાએ તેને એકવાર ક્લીન બોલ્ડ કર્યો. નાયરે બેટિંગ કોચ શિતાંશુ કોટક સાથે પણ વાત કરી અને તેની રમત સુધારી.