For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે

10:53 AM Jun 12, 2025 IST | Bhumika
રબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે

212 રનમાં ઓલ આઉટ, સ્મિથ અને વેબસ્ટરની મહત્વપૂર્ણ ઇનિંગ

Advertisement

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પ્રથમ દિવસ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે કુલ 14 વિકેટો પડી છે. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા 56.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં પ્રથમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 22 ઓવરમાં 4 વિકેટે 43 રન બનાવી લીધા છે.

બાવુમા અને ડેવિડ બેડિંગહામ રમતમાં છે. દક્ષિણ આફ્રિકા 169 રન પાછળ છે અને તેની 6 વિકેટો બાકી છે ઓસ્ટ્રેલિયા તરફથી બ્યુ વેબસ્ટર સૌથી વધારે 72 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટિવ સ્મિથે 66 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રિકલ્ટને સૌથી વધારે 16 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી છે.

Advertisement

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉસ્માન ખ્વાજા 20 બોલમાં ખાતું ખોલાયા વિના અને કેમરોન ગ્રીન 4 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂૂઆત ખરાબ રહી હતી અને 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. લાબુશેન (17) અને ટ્રેવિસ હેડ પણ જલ્દી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા લંચ સુધીમાં 67 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી સ્મિથે 76 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારીને બાજી સંભાળી હતી. વેબસ્ટરે તેને સારો સાથ આપ્યો હતો. સ્મિથ 112 બોલમાં 10 ફોર સાથે 66 રન બનાવી માર્કરામનો શિકાર બન્યો હતો.

બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી નોંધાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 146 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. બ્યુ વેબસ્ટર શાનદાર બેટિંગ કરતા 69 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. વેબસ્ટર 72 રને આઉટ થયા પછી ટીમનો રકાસ થયો હતો. ઓસ્ટ્રેલિયા 56.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રબાડાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement