ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જોસ બટલર અને ગેરાલ્ડ કોટઝી ગુજરાત ટાઇટન્સમાં ફરી જોડાશે

10:41 AM May 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રવિવારે દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે ગુજરાત ટાઇટન્સ

Advertisement

BCCI દ્વારા IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સની હજુ ત્રણ મેચ બાકી છે, જે તેમને દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે. હવે ટીમ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના જોસ બટલર અને દક્ષિણ આફ્રિકાના ગેરાલ્ડ કોટઝી ગુજરાત ટાઇટન્સની ટીમમાં ફરી જોડાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવને કારણે IPL 2025એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. આ પછી જોસ બટલર અને ગેરાલ્ડ કોટઝી ઘરે પાછા ફર્યા હતા. જ્યારે રાશિદ ખાન, શેરફેન રૂૂધરફોર્ડ, કાગીસો રબાડા અને કરીમ જાનમ સહિત બાકીના વિદેશી ખેલાડીઓ ભારતમાં જ રહ્યા હતા.

જોસ બટલરે IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેણે IPL ની વર્તમાન સીઝનમાં 11 મેચોમાં કુલ 500 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી તેના બેટથી ફટકારી હતી. બીજી તરફ, ગેરાલ્ડ કોટઝીએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી ફક્ત બે મેચ રમી છે, જેમાં તેણે બે વિકેટ લીધી છે.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં IPL 2025 માં કુલ 11 મેચ રમી છે, જેમાંથી 8 મેચ જીતી છે. 0.793 ના નેટ રન રેટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેમને પ્લેઓફમાં પહોંચવાની પૂરી આશા છે. ગુજરાત ટાઇટન્સ ટીમ 18 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમશે. આ પછી ટીમ 22 મેના રોજ અમદાવાદમાં તેના ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે 25 મેના રોજ તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ રમશે અને આ સાથે તેનો લીગ સ્ટેજ સમાપ્ત થશે.

Tags :
Gerald CoetzeeGujarat Titansindiaindia newsIPLJos ButtlerSportsSports mews
Advertisement
Advertisement