જોફ્રા આર્ચર કાલની મેચ નહીં રમે, ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન જાહેર
ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે પોતાના પ્લેઇંગ 11 ખેલાડીઓની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડની ટીમે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેપ્ટન બેન સ્ટોક્સે હેડિંગ્લીમાં જીતેલા એ જ અગિયાર ખેલાડીઓ સાથે એજબેસ્ટનમાં રમવાનો નિર્ણય લીધો છે. જોફ્રા આર્ચરને ટીમમાં ઉમેરવામાં આવ્યો હતો, પરંતુ તેમને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો નથી. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી રમાશે. ટીમ ઇન્ડિયા આજ સુધી એજબેસ્ટનમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી.
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એજબેસ્ટન ખાતે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. ફેમિલી ઈમરજન્સીના કારણે તેણે અચાનક ટીમ છોડી દીધી. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એજબેસ્ટન ટેસ્ટ માટે પ્લેઇંગ 11ની પણ જાહેરાત કરી છે, જેમાં આર્ચરનું નામ સામેલ નથી.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11 ટીમ : જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટોંગ, શોએબ બશીર.